જાફરાબાદના મીતીયાળા ગામે હજારો એક સરકારી જમીન પર ભુમાફીયા દ્વારા દબાણને લીગલી હટાવવા મામલતદારના આદેશને ધોળી પી જનારા એવા તેના કોણ આકાઓ છે? મંજુર થયેલ બંધારાનું કામ પણ થતુ નથી સરપંચ અને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
જાફરાબાદના મીતીયાળા ગામે સરકારી પડતર જમીન મા ભુ માફીયાઓ દ્વારા કરેલ હજારો એક જમીન સર્વે નં. ર૧૩/૭ર પૈકી ૧માં આઠ વ્યક્તિઓએ કરેલને હટાવવા મામલતદાર દ્વારા અપાયેલ હુકમનો ઉછાળીયો મીતીયાળા ગ્રામપંચાયત દ્વારા રાજય સરકારમાં કરેલ રજુઆત કે જે લોકોએ સરકારી પડતર હજારો એક જમીન પર ગેરકાયદે કબજો જમાવી મીઠુ પકવતા આઠ લોકો ગામને પીવાનું પાણી જે જમીનમાં ખારાશ વધતા વધતા ગામની ફળદ્રુપ જમીન તબાહ કરી દેશે માટે બંધારો બને તો જ મીતીયાળા ગામને બચાવ શકાય કારણ આ ખારાંશ આગળ વધતા વધતા કાગવદર, મીઠાપુર, નાગેશ્રીથી લઈ ધોળાદ્રી, કડીયાળી, વઢેરા સુધીની જમીન બંઝર કરી નાખી છે. આ બાબતે મીતીયાળા ગ્રામ પંચાયતમાં કરેલ ઠરાવને માન્યતા આપતા રાજય સરકાર અને સ્થાનિક મામલતદારથી જિલ્લા કલેકટરને અમોએ કરેલ ગામના હીત માટે ખેડુતોના હીત માટે ખારા પાણીને જમીનમાંથી દુર કરવા પાળો નહીં પણ બંધારો બાંધવાની આવશ કયાની ફરજમાં આવી ગયું હોય અને રાજય સરકારમાં મીતીયાળા ગામ બચાવવાની નોંધ લઈ સ્થાનિક મામલતદાર દ્વારા દબાણ કરેલહ જારો એક સરકારી પડતર જમીન છુટી કદાવવા આદેશ પણ આપી દીધેલ હોય તે આદેશને ધોળી પી જનારા ભુ માફીયાઓને હજી કોઈ અસરનથી તો કોણ એવા આ ભુ માફીયાના આકાઓ છે તેની ઉપર પણ જમીન હડપ કરનારની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને હજારો એક જમીન છુટી થાય તો જ મીતીયાળાનો મંજુર થયેલ અને અટકી પડેલ બંધારાનું કામ શરૂ થાય અને આ બાબતે વિલંબ થયે ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરીએ જરૂર પડયુે અમ રેલી જિલ્લા કલેકટર કચેરીએ ગાંધી ચીંધા માર્ગે આંદોલનની પણ ચિમકી ગ્રામજનોએ સરપંચ ઉપસરપંચની આગેવાનીમાં કરવા ચક્રોગતિમાન થયા છે.