રાણપુર પોલીસ દ્વારા કનારા મિલેટ્રી ચોકડી પાસે વાહન ચેકીંગ કરાયુ

1294

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ની સુચનાથી વિભાગીય પોલીસ અધિકારી ઝેડ.આર.દેસાઇ ના માર્ગદર્શન હેઠળ પુલવામાં થયેલ આતંકવાદી હુમલાના અનુસંધાને બોટાદ જીલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે હેતુથી બોટાદ જીલ્લાના રાણપુરમાં કનારા મિલેટ્રી ત્રણ રસ્તે બોટાદ જીલ્લા ટ્રાફિક પી.એસ.આઈ.જે.આર.રાણા તથા રાણપુર પી.એસ.આઈ. એ.પી.સલૈયા સહીત સ્ટાફ દ્રારા વાહન ચેકિંગ કરવામાં આવ્યુ હતુ ત્યાથી પસાર થતા સેકડો વાહનોની બ્લેક ફિલ્મ પટ્ટી પોલીસ દ્વારા હાથે જ દુર કરવામાં આવી હતી તથા સુરક્ષાના ભાગ રૂપે ગેરકાયદેસર હથિયારો તથા સ્ફોટક પદાર્થ તથા નશીલા પદાર્થોની હેરફેર ન થાય તે માટે વાહન ચેકીંગ ડ્રાઇવ તથા ગુજરાત પ્રોહીબીશન એક્ટની કડક અમલવારી માટે દારૂ પીને વાહન ચલાવનાર ઇસમો સામે કડક હાથે કામગીરી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

Previous articleકાળીયાબીના યુવાનની હત્યાના ૩ આરોપી ઝડપાયા
Next articleઅમિતાભ બચ્ચને ‘ગલી બોય’ માટે આલિયા અને સિદ્ધાંતને લેટર લખ્યો