અમિતાભ બચ્ચને ‘ગલી બોય’ માટે આલિયા અને સિદ્ધાંતને લેટર લખ્યો

607

ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોય ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ ગઈ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ છે. આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કરનાર સિદ્ધાંત ચતુર્વેદી જેને ફિલ્મમાં એમસી શેરનો રોલ ભજવ્યો છે, તેની ખુબ પ્રશંસા થઇ રહી છે. અમિતાભ બચ્ચન દરેક એક્ટરને એમના સારાં પર્ફોર્મન્સનાં વખાણ માટે પોતાના હાથથી લખેલો લેટર અને ફૂલ મોકલે છે. ફિલ્મમાં કરેલી અદભુત એક્ટિંગ બદલ અમિતાભે આલિયા ભટ્ટ અને સિદ્ધાંતને લેટર લખ્યો, જેનો ફોટો આલિયા અને સિદ્ધાંતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.સિદ્ધાંતે ફોટો શેર કરતાં લખ્યું હતું કે, આ પળને હું શબ્દોમાં વર્ણવી નહીં શકું. આ મારા માટે સૌભાગ્ય અને ગર્વની વાત છે. હું બસ તમારા ચરણ સ્પર્શ કરવાની કામના કરું છું. અમિતાભે લેટરમાં લખ્યું છે કે, કોઈપણ ફિલ્મમાં કેમેરા સામે સિમ્પલ રહેવું સૌથી અઘરું છે અને તું એકદમ એવો જ હતો. રણવીર સિંહ, અર્જુન કપૂર, સુનિલ શેટ્ટી અને શ્વેતા બચ્ચન સહિતના સેલેબ્સે સિદ્ધાંતની આ પોસ્ટ પર કમેન્ટ પણ કરી છે.

Previous articleરાણપુર પોલીસ દ્વારા કનારા મિલેટ્રી ચોકડી પાસે વાહન ચેકીંગ કરાયુ
Next articleમને શરુઆતથી જ સારા પર ગર્વ હતો : સૈફઅલી ખાન