શહેરના રસાલા કેમ્પ જુના ગુરૂદ્વારા પાસે રહેતા યુવાને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીની ત્રાસી જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની મૃતક યુવાનની પત્નીએ નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના રસાલા કેમ્પ જુના ગુરૂદ્વારા પાસે લાઈન નં.ર રૂમ નં.૧૮૦માં રહેતા મનોજભાઈ રાજકુમાર લોહાણાએ આજે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. બનાવ અંગે મૃતક મનોજભાઈના પત્ની રેખાબેને નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે કે તેમના પતિ મનોજભાઈએ ઉચા વ્યાજે રાજુભાઈ, ચંદ્રકાંતભાઈ અને શિવાભાઈ સિંધી પાસેથી નાણા લીધા હતા. જે સમયસર ન ચુકવી શકતા ઉપરોક્ત ત્રણેય શખ્સો વારંવાર મનોજભાઈને હેરાન કરતા હોય અને પઠાણી ઉઘરાણી કરતા હોય જેના ત્રાસથી કંટાળી જઈ આપઘાત કર્યો છે. પોલીસે ત્રણેય વ્યાજખોરો વિરૂધ્ધ કલમ ૩૦૬-૧૧૪ અને મની લેન્ડ ૩૩(૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ વી.પી. કનારાએ હાથ ધરી છે.