સુરતઃ SOGને મળી મોટી સફળતા, ૧૦૦ની નકલી નોટો સાથે ૧ ઝડપાયો

670

સુરત ગ્રામ્યમાંથી ડુપ્લીકેટ ચલણી નોટ ઝડપાઈ છે. સુરત એસ.ઓ.જી પોલીસે ૧૦૦ના દરની ૫૧૫ ડુપ્લીકેટ નોટ સાથે એક શખ્શને ઝડપી પાડ્‌યો છે જ્યારે શખ્શને વોન્ટેડ જાહેર કર્યો છે. ભારતના અર્થતંત્રને તોડવા ભારતીય બજારમાં મોટા પ્રમાણમાં ભારતીય ચલણી નોટો ઘુસાડવામાં આવે છે. ગુજરાત પોલીસ ઠેરઠેર રેડ કરી ડુપ્લીકેટ નોટ ઝડપી પાડી કાર્યવાહી કરતી હોય છે. ત્યારે સુરત ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસ અને પેરોલ ફ્‌લો પોલીસને બાતમી મળતા સુરતના કડોદરા વિસ્તારમાંથી મહુવાના કરચેલીયા ગામના રાકેશ શંકર શાહ નામના યુવાન પાસેથી ૧૦૦ના દરની ૫૧૫ ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટ ઝડપી પાડી હતી.

પોલીસ તપાસમાં આરોપી રાકેશ શાહને આ નોટ બારડોલીના વિશાલ નામના યુવાને આપી હોવાનું બહાર આવ્યું હતું.

હાલતો પોલીસ વોન્ટેડ આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે હવે વિશાલ પકડાય પછીજ આ આખો મામલો બહાર આવશે. પોલીસનું માનવું છે, કે આ કેસમાં મોટુ કૌભાંડ બહારે આવે તેવી શક્યતાઓ છે.

Previous articleદાહોદમાં એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતઃ અનેક મુસાફરો ઇજાગ્રસ્ત
Next articleવડોદરાઃ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી કાર્યક્રમમાં વિવાદ, ખેડુતોએ ચાલતી પકડી