યાત્રાધામ અંબાજી મંદિરના સુવર્ણ શિખરની કામગીરીમાં ભક્તોનો દાનનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. મુંબઇના ભક્તે મા અંબાના ચરણોમાં સોનાચાંદીનાં ઘરેણાં સહિત રોકડ મળી અંદાજે ૨૧ લાખ રૂપિયાનું દાન મા અંબાના ભંડારામાં અર્પણ કર્યું હતું.
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને સંપૂર્ણતઃ સુવર્ણજડિત જોવા માટે વિશ્વભરમાં વસતાં માઇભક્તો જાણે હવે અધીરા બન્યાં છે. ૩૫૮ કળશ ધરાવતાં મા અંબાના મંદિરને સોનેથી મઢવાની જાહેરાત કરાયાં બાદ શ્રદ્ધાળુઓના દાનનો પ્રવાહ આજે પણ અવિરત રીતે જોવા મળી રહ્યો છે.
સોનાના દાગીના ૭૫૫ ગ્રામ કિંમત રૂ.૧૭૨૧૦૦/- ચાંદી બે કિલોને ૪૬૩ ગ્રામ કિંમત રૂ.૯૮૫૦૦/- અને બે લાખ ૮૫ હજારની રોકડ રકમ મળી અંદાજિત ૨૧ લાખનું દાન અંબાજી મંદિર દેવસ્થાનને પ્રાપ્ત થયું હતું જોકે આ દાતા મુંબઈના માઇભક્ત હોવાનું જાણવા મળેલ છે પોતે પોતાનું નામ ગુપ્ત રાખી સમગ્ર માઈભક્તો દ્વારા આ દાન અર્પણ કર્યું હતું.