સોમનાથ ખાતે દ્વિતિય દ્વાદશ સમારોહમાં સહભાગી થવા મુખ્યપ્રધાન સોમનાથ ખાતે પહોચ્યા હા. જ્યાં તેમણે સૌ પ્રથમ સોમનાથદાદાના દર્શન અને જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ મુખ્યપ્રધાને ઉજ્જૈન મહાકાલેશ્વર ખાતેથી આવેલ દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહના ચાંદી જડીત ધ્વદદંડનું આસ્થાપૂર્વક પૂજન કર્યુ હતું. મુખ્યપ્રધાને મહામૃત્યુજય યજ્ઞમાં સહભાગી થઈ આહુતી અર્પિ દર્શન કર્યા હતા. સોમનાથ મંદિર પરિસરમાં દ્વાદશ જ્યોતિર્લિંગની ભસ્મ, જળ અને માટીથી બનાવેલ ૧૨ શિવલિંગનાં દર્શન કરી પૂજન કર્યુ કર્યુ હતું.