જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફરી સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સુરક્ષાદળ દ્વારા આ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જેમાંથી એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે ભારત માટે ફરી એક ખરાબ સમચાર છે કે આ અથડામણમાં એસઓજીના ડીવાય.એસ.પી. અમન કુમાર શહીદ થયા છે. આ સીવાય અમન ઠાકુરના બોડીગાર્ડ પણ આ અથડામણમાં ઘાયલ થયા હતા અને એક મેજર, એક જવાન પણ ઘાયલ થયા હતા. હાલ આ ઓપરેશન ચાલી રહ્યું છે. જણાવી દઇએ કે કાશ્મુરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઘાટીના વિસ્તારમાં ભારે સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. તેમજ સેના દ્વારા આતંકવાદીઓને ડામવા માટે અલગ-અલગ મિશન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ઘાટી વિસ્તારમાં લગભગ ૬૦ જેટલા સક્રિય આતંકવાદીઓ સંતાઇને બેઠા છે. જેમાંથી ૩૫ આતંકવાદીઓ પાકિસ્તાની છે. આ આંતકીઓને પકડી-પકડીને મારવા માટે સેના દ્વારા ઓપરેશન-૬૦ ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલા સેના દ્વારા ઓપરેશન-૨૫ પણ ચલાવવામાં આવ્યું હતું કે જે સફળ રીતે પૂર્ણ થયું હતું. પુલવામા હુમલા સહિત, અત્યાર સુધીમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં ભારતના ૪૫ જવાન શહીદ થયા છે.