રાજુલા વર્ષોથી ગંદુ પાણી પીતી જનતાને છત્રજીતભાઈ ધાખડા, ચેરમેન બાલાભાઈ વાણીયાની મહેનત રંગલાવી અઢી કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ ટુંક સમયમાં કરાશે.
રાજુલા શહેરમાં વર્ષોથી ફીલ્ટર પ્લાન્ટની માંગ હતી તે ટુંક સમયમાં પુર્ણ થશે. આવનારા દિવસોમાં અઢી કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ ઉભો થશે. ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડાએ જણાવ્યું હતું. ફિલ્ટર પ્લાન્ટ ઉભો કરવા માટે ઝડપભેર કાર્યવાહી શરૂ કરાઈ છે.
રાજુલા શહેરમાં વર્ષોથી ફિલ્ટર પ્લાન્ટ ન હોવાને કારણે પાણી થોડું ડહોળુ આવતુ હોય જેના કારણે લોકોનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જો કે હવે આગામી દિવસોમાં અઢી કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ નાખવાની તજવીજ શરૂ કરાઈ છે. જેને પગલે રહિશોએ પણ હાશકારો અનુભવ્યો છે.
નગરપાલિકા પ્રમુખની પ્રતિનિધિ બાલાભાઈ વાણીયા અને ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા દ્વારા વરંવાર ગાંધીનગર સુધી રૂબરૂ લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે આજે જાહેરાત કરી છે કે આગામી દિવસોમાં રાજુલા શહેરને અઢી કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ મળશે. જેના કારણે શહેર લોકો સ્વચ્છ પાણી પી શકશે. ટુંક સમયમાં ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાશે. ફિલ્ટર પ્લાન્ટ હવે ટુંક સમયમાં આવી જશે.