ધંધુકાથી ધોલેરાના ર૮ કી.મી. જર્જરીત બનેલા માર્ગથી વાહન ચાલકો ત્રાહીમામ

609

ધંધુકા થી ધોલેરા વચ્ચે નો ૨૮કિ.મી.નો માર્ગ ખુબજ ખરાબ બન્યો છે. પાછલા ઘણા લાંબા સમયથી માર્ગ ની હાલત ખુબજ ખરાબ છે. આ રોડ પર પડેલા મોટા મોટા ખાડા ઓ ને કારણે સામ સામે બે વાહનો પસાર કરવા કઠિન બન્યા છે. આ ખરાબ રસ્તા ના કારણે નાના વાહન ચાલકો અનેકવાર અકસ્માત નો ભોગ બન્યા છે. ધોલેરા ખાતે એલ એન્ડ ટી કંપની નુ કામ પુરજોશમાં ચાલી રહયુ છે તેથી આ રોડ પર થી ઓવરલોડ ડમ્પરો અને ટ્રકો ચોવીસ કલાક ધમ ધમે છે અને આર ટી ઓ ના નિયમ કરતા પણ વધારે પ્રમાણમાં માલ ભરી ને લઈ જવાતો હોય છે તેથી રસ્તો વધારે ખરાબ બન્યો છે અને તંત્ર પણ આ રસ્તા ના સમારકામ કરવામાં વેઠ કરતુ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક ખાડો બુરે છે અને બીજો ખાડો બાકી રાખે છે તેથી વાહન ચાલકો ની મુશ્કેલી મા વધારો થાય છે. આ રોડ ને સત્વરે પહોળો કરી નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ગુજરાતભરમાં કોમી એકતાના પ્રતિક સમાન પીર મહેમુદશાહ બુખારીની દરગાહ ભડિયાદ ખાતે આવેલી છે. આ દરગાહ ખાતે આવતા મહિને ઉર્સ શરૂ થનાર છે અહીં લાખો ની સંખ્યા મા ગુજરાતભરમાંથી શ્રધ્ધાળુઓ આવે છે ત્યારે આ ખરાબ રસ્તા ના કારણે શ્રધ્ધાળુઓ ને હાલાકી ભોગવવી ન પડે તે માટે તંત્ર દ્વારા આ રોડ નુ યોગ્ય સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

Previous articleરાજુલા શહેરમાં ટુંક સમયમાં અઢી કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ નખાશે
Next articleજાફરાબાદના કડીયાળી ગામે કોળી સમાજનો પાંચમો સમુહલગ્ન યોજાયો