અશોકકુમાર યાદવે, દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ બોટાદ ક્રાઇમ બ્રાંચને દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમોની યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત મુકવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ ક્રાઇમ બ્રાંચ દ્રારા ગઇ તારીખ ૧૬ના રોજ મંગળગીરી હરીગીરી ગોસ્વામી રહે. મોહન પાર્ક-૨ પાછળ ગોંડલ વાળાને વિદેશી દારૂ કિ.રૂ. ૨૦૯૩૫૫૨/- તથા ત્રણ વાહનો કિ.રૂ. ૧૨૦૦૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કુલ રૂપીયા ૩૩૦૫૦૫૨/- ના મુદામાલ સાથે પકડી પાળીયાદ પો. સ્ટે.માં પ્રોહી ગુન્હો દાખલ થયેલ જે આરોપી જામીન ઉપર મુક્ત થતા આ આરોપી વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જી. મેજી. સુજિતકુમારે પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા એલ.સી.બી. પોલીસ ઇન્સ. તથા સ્ટાફના લક્ષ્મણદેવસિંહ, જીજ્ઞેશભાઇ હસમુખભાઇ, પ્રવિણસિંહ બનેસિંહ, ભગવાનભાઇ શામળાભાઇ, રામદેવસિંહ દેવુભા, વનરાજભાઇ વિશુભાઇ, બળદેવસિંહ ફતેસિંહ, ક્રિપાલસિંહ દોલુભા, પુરવભાઇ પ્રવિણભાઇએ મજકુર આરોપીના વોરંટની બજવણી કરી પાલારા (ભુજ) ખાસ જેલ ખાતે ધકેલી આપેલ છે.