સિહોર સ.ઝા.સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિનો પાંચમો સમુહ લગ્નોત્સવ

770

સિહોર સંપ્રદાય ઝાલાવાડી સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિનો આજે સિહોર ખાતે પાંચમો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં જ્ઞાતિનાં સાત યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા.

સિહોર સંપ્રદાય ઝાલાવાડી સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આજે સતત પાંચમા વર્ષે જ્ઞાતિનો સમુહ લગ્નોત્સવ સિહોરનાં ટાઉનહોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જ્ઞાતિનાં સાત યુગલો લગ્નગ્રંથથી જોડાયા હતા. આ સમુહ લગ્નમાં જ્ઞાતિનાં અમદાવાદ, સુરત, બોટાદ, ભાવનગરનાં આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને નવયુગલોને શુભેચ્છા પાઠવી હતી.

સમુહલગ્નમાં જોડાનાર તમામ કન્યાઓને જ્ઞાતિનાં દાતા પરિવાર તરફથી ભેટ સોગાદ સ્વરૂપે કરીયાવર આપવામાં આવ્યો હતો. જ્યારે સિહોર જ્ઞાતિનાં પ્રમુખ અજયભાઈ શુકલનાં માર્ગદર્શન હેઠળ કારોબારીનાં સભ્યો, હોદ્દેદારો, યુવક મંડળ, મહિલા મંડળ, તથા જ્ઞાતિનાં આગેવાનોએ સમુહલગ્નને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Previous articleવડવા બ્રહ્મ સમાજ દ્વારા સમુહ યજ્ઞોપવિત
Next articleસેવા કરનારે હોઠ બીડેલા, હાથ જોડેલા અને પગ ખોડેલા રાખવા – પૂ. મોરારિબાપુ