સેવા કરનારે હોઠ બીડેલા, હાથ જોડેલા અને પગ ખોડેલા રાખવા – પૂ. મોરારિબાપુ

912

માનવ નજીવનમાં બાપુએ આજે બીજા દિવસની કથારંભે બાપુએ કહ્યું નવજીવનમાં નવના બે અર્થ થાય છે. નવ એટલે નીતનુતન. અને નવનો બીજો અર્થ તે સંખ્યાત્મક અંક છે, જે પુર્ણાંક છે. નવજીવનના નવ લક્ષણો છે. આવા નવલક્ષણા બુદ્ધપુરૂષ દ્વારા આપણામાં પણ નવજીવન પ્રકટવું જોઈએ.

બાપુએ ગાંધીજીએ એક પ્રસંગ યાદ કરતા કહ્યું કે જગન્નાથપુરી મંદિરમાં દલિતોને પ્રવેશ ન હતો તેથી ગાંધીજી ત્યાં દર્શન કરવા જતી નથી, અને કસ્તુરબા સ્ત્રી સહજ શ્રદ્ધાથી જાય છે તેની ગાંધીજી પીડા અનુભવે છે. આપણા દેશમાં કોણે, કયારે અને કેમ મનુષ્યો વચ્ચે આવા ભેદભાવ ઉભા કર્યા હશે તેની પૂજય મોરારિબાપુએ પીડા વ્યકત કરી. તલગાજરડામાં બાપુ દ્વારા નવનિર્મિત રામજીમંદિરમાં પ્રારંભથી જ  દલિત સહિત તમામને દર્શન કરવા જવાની પરંપરા બાપુએ શરૂ કરી છે. કથાની કેન્દ્રીય ચોપાઈના સંદર્ભમાં બાપુએ કહ્યું કે જો કાર્યના આરંભે હર્ષ થાય તો પરિણામ મળે જ છે. પ્રસન્નતાથી કાર્યરંભ કરવો અને પરિણામની પરવા ન કરવી. મુખ એનું પ્રસન્ન  રહેશે જેના મુખમાં હરિસ્મરણ હશે. કોઈ મંગલ વિચાર નિરંતર મનમાં રહેતો હોય કે હૈયામાં નિરંતર રામનામ રટાતું હોય એનું મુખ સદા સુંદર જ લાગે.

નવજીવનનો અર્થ કરતા પૂજય બાપુએ કહ્યું કે નવા કપડાં પહેરવા કે કોઈની નકલી કરવી એ નવજીવન નથી. નવજીવન એટલે એવું જીવન જેમાં કરેલા કર્મ બદલ કૃતકૃત્યતા અનુભવાય. બાપુએ જણાવ્યું કે લોકો એક કાનથી કથા સાંભળીને બીજા કાને કાઢી નાખે છે. પણ એમાંય વાંધો નથી. આંખમાં નાખેલાં ટીપાં નિકળી જાય છે પણ આંખને સ્વચ્છ કરે છે. એમ કાનમાંથી નિકળી જતી કથા પણ સાર્થક છે. બાપુએ સુચક રીતે જણાવ્યું કે નિંદાને પણ એક કાને સાંભળી, બીજા કાનેથી કાઢી નાખજો. અને કથામાં એક કાનને ગંગોત્રી અને બીજા કાનને ગંગાસાગર બનાવજો. મુખની પ્રસન્નતા અને તેનની તેજસ્વીતા શુભના સ્મરણથી આવે. જેનું સ્મરણ, સ્મૃતિ કે ભજન મુખને મ્લાન બનાવે તે નવજીવનનું લક્ષણ નથી એમ સમજવું. રાજનેતા અને ધર્મનેતા સદા પ્રસન્ન હોવો જોઈએ.  સેવા કરનારે હોઠ બીડેલ રાખવા, હાથ જોડેલા રાખવા અને પગ ખોડેલા રાખવા. જયાં શ્રદ્ધા પ્રકટે ત્યાં રોકાઈ જવું. પછી જયાં ત્યાં ભટકવું નહિ, વિશ્વાસ એવો રાખવો કે આપણે ગુરૂદ્વારે ન જવું પડે, ગુરૂદ્વારા આપણી પાસે આવે.

બાળકના જન્મ સાથે બાળક સાથે જોડાયેલા સહુનો નુતનજન્મ થતો હોય છે. આપણે આપણા બધા જ અહંકારો અને પ્રતિષ્ઠા ભુલી જઈએ બાળક જેવા બની જઈએ છીએ. હનુમાનજીનો સ્થુળ જન્મમાં અંજની દ્વારા થયો છે અને અશોકવાટિકામાં જાનકીના દર્શન પામ્યા પછી તેઓ નુતનજન્મ પામે છે. કથા દરમ્યાન બેરખાની વાત કરતાં પૂજય બાપુએ જણાવ્યું કે બેરખાનો ધાગો સુત્ર છે, મણકો મંત્ર છે અને મેરૂએ ગુરૂની મહેરબાની છે. બેરખો જપનું પ્રતિક છે. બેરખો સાચી નિષ્ઠાથી તમે ખિસ્સામાં રાખ્યો હશે તો પણ રામનામ રટાતું હશે. બાપુએ પોતાના બચપણના પુણ્ય સ્મરણને વાગોળતા કહ્યું કે પોતાના દાદા અને બાપા  બન્‌ બેરખો રાખતા. કોઈ અત્તર, પરફ્‌યુમ કે સુગંધી દ્રવ્યોનો ઉપયોગ કદી તેમણે કર્યો ન હતો છતાં તેમના બેરખામાંથી સુવાસ પ્રસરતી. ભજનની પણ એક મહેક હોય છે. જેને નિઝામુદ્દની પીરકી ખુશ્બુ કહે છે. સ્મરણથી બેરખામાં સુગંધ પ્રકટે છે.

માતા જન્મ આપે છે. તેના પાંચ સુત્રો છે – એક ગૃભધારણ કરવાની ક્ષમતા. ગૃભધારણ પછી પ્રસવ સુધી પ્રતિક્ષા કરવાની તૈયારીએ બીજું સુત્ર છે. ત્રીજું, પીડા સહન કરવાની તૈયારી હોવી જોઈએ. ચોથું, સમ્યક આહાનર અને વિહાર રાખવા જોઈએ. અને પાંચમું, સંતાન ગમેત ેવું થાય પોતે કદી કુમાતા નહીં બને એવી પ્રતિક્ષા. બુદ્ધપુરૂષ વ્યક્તિને નવજન્મ આપે એમનામાં પણ આ પાંચ લક્ષણો હોય છે. ગર્ભધારણ શક્તિ હોય છે એટલે કે ગમે તેટલા પતીતને પણ પોતાના શરણમાં રાખી શકે છે. બીજું શિષ્યમાં પડેલું ગુરૂતત્વ બહાર આવે ત્યાં સુધી એ પ્રતિક્ષા કરે છે. ત્રીજું, પોતે બહુ પીડા સહે છે, હેરાન થયા વિના હરિભજન થઈ શકતું નથી.  ચોથું, એના આહાર-વિહાર સમ્યક હોય છે અને પાંચમું બુદ્ધ પુરૂષ જેને નવજીવન આપે એવા શિષ્યને કદી છોડતા નથી-પોતે કદી અસાધુ બનતા નથી. બાપુએ કથા દરમ્યાન સાધુ તરીકે પોતાની પીડા વ્યકત કરતા કહ્યું કે તમારા ઘરે કામ કરતી બહેનને કોઈ કામવાળી કહે તે તેમને રૂચતું નથી. એ તમારી સેવા કરનારી તમારા ઘરની દિકરી છે. લગ્નપ્રસંગમાં માત્ર દેખાડા માટે અનેક વાનગીઓ બનાવવાની જરૂર નથી. આઠ-નવ વસ્તુઓ રાખો અને બગાડ થતો અટકાવો.

Previous articleસિહોર સ.ઝા.સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિનો પાંચમો સમુહ લગ્નોત્સવ
Next articleઘનશ્યામ મહારાજનાં પાટોત્સવ નિમિત્તે જળયાત્રા