ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની પ્રથમ ટી૨૦ ગુમાવ્યા બાદ ઉમેશ યાદવ ફેન્સના નિશાના પર આવી ગયો છે. જસપ્રીત બુમરાહે આલોચનાઓથી ઘેરાટેલા સાથી ફાસ્ટ બોલરનો બચાવ કર્યો છે. બુમરાહે કહ્યું કે, ઘણા દિવસ એવા પણ હોય છે, જ્યારે અંતિમ ઓવરમાં બોલિંગની રણનીતિ કામ કરતી નથી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી૨૦ની અંતિમ ઓવરમાં ઉમેશ યાદવ ૧૪ રન બનાવી ન શક્યો. તો બુમરાહે ૧૯મી ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને બે રન આપીને ભારતની મેચમાં વાપસી કરાવી હતી. જેથી ઉમેશે અંતિમ ઓવરમાં ૧૪ રનનો બચાવ કરીને ઓસ્ટ્રેલિયાને ૧૨૭ રનના લક્ષ્ય સુધી પહોંચવા રોકવાનું હતું.
ઉમેશની અંતિમ ઓવર વિશે પૂછવા પર બુમરાહે સીનિયર સાખીનો બચાવ કરતા કહ્યું, આમ થાય છે, કોઈપણ સ્થિતિમાં છેલ્લી ઓવરમાં બોલિંગ કરવી હંમેશા મુશ્કેલ હોય છે. તે બંન્ને તરફ જઈ શકે છે અને ક્યારેક તો તેમાં અડધી-અડધી સંભાવનાઓ થઈ જાય છે.
તેણે કહ્યું, તમે તમારૂ સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરો છો અને પોતાની રણનીતિમાં સ્પષ્ટ હોવ છો. ક્યારેક આ સફળ થાય છે તો ક્યારેક નિષ્ફળતા મળે છે. તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. અમે મેચનો અંત અમારા પક્ષમાં કરવા ઈચ્છતા હતા પરંતુ તે ન થયું. બુમરાહે કહ્યું કે, ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની પાસે તે વાતનો ફાયદો હતો કે તેને શું કરવાનું છે, કારણ કે તેની સામે લક્ષ્ય હતો. જ્યારે ભારતીય ટીમે ઈનિંગને સ્પર્ધાત્મક સ્કોર બનાવવામાં લાગી હતી. તેણે કહ્યું, જ્યારે તમારી સામે લક્ષ્ય હોય છે, તો થોડું અલગ હોય છે. આ નાનો લક્ષ્ય હતો, તેથી એક બાઉન્ડ્રી લગાવ્યા બાદ તમારે જોખમ ઉઠાવવાની જરૂર ન હતી. પરંતુ પહેલા બેટિંગ કરતા અમે પડકારજનક સ્કોર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા, ત્યારે થોડું અલગ હતું. તે બાઉન્ડ્રી લગાવ્યા બાદ સ્ટ્રાઇક રોટેટ કરી રહ્યાં હતા.