પ્રદુષણ ફેલાવવાની સાથે સાથે ખેતરના ઉભા પાકને નુકશાન કરતી લવારપુરમાં આવેલા બે ક્રોકિંટ પ્લાન્ટને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના પ્રાદેશિક ઇન્ચાર્જે આદેશ કર્યો છે. ઉપરાંત પ્લાન્ટ મશીનરી અને ડીજી સેટ તાત્કાલિક અસરથી સીલ કરવાનો પણ હુકમ કરાયો છે. કપચીના પ્લાન્ટથી વાતાવરણમાં ફેલાતી ડસ્ટથી સ્વાસ્થય અને ખેત પાકને નુકશાન થતું હોવાની સ્થાનિક ગ્રામજનોએ કલેક્ટરેને પણ રજુઆત કરી હતી.
લવારપુર ગામની સીમમાં ગેરકાયદે કપચીના બે પ્લાન્ટ ધમધમી રહ્યો છે. કપચીના પ્લાન્ટથી ઉડતી ડસ્ટથી આસપાસના ખેતરના ઉભા પાકને નુકશાન કરી રહી છે. ઉપરાંત ડસ્ટ વાતાવરણમાં ભળવાથી માનવીના સ્વાસ્થ્યને પણ નુકશાન થઇ રહ્યું છે. કપચીના આ પ્લાન્ટને લીધે પુદુષણ થતું હોવાની સ્થાનિક ગ્રામજનોએ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને તેમજ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરી હતી. તેમ છતાં કપચીના પ્લાન્ટને બંધ કરવાની કોઇ કાર્યવાહી કરાતી નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના પ્રાદેશિક ઇન્ચાર્જે તો કપચીના પ્લાન્ટને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ કરાયો છે. કપચીના પ્લાન્ટની મશીનરી તેમજ ડીજી સેટને તાત્કાલિક સીલ મારવાનો હુકમ કરાયો હોવા છતાં પ્લાન્ટ ધમધમી રહ્યો હોવાથી ગ્રામજનો તેમજ ખેડુતોમાં રોષ છે. ગાંધીનગરની પાસે જ ગેરકાયદે ધમધમી રહેલા કપચીના પ્લાન્ટને બંધ કરવામાં તંત્રના હાથ ટુંકા પડી રહ્યા હોવાના આક્ષેપો ગ્રામજનોમાં ઉઠ્યો છે.
એગ્રો બેઝ વર્કશોપ માટે બીન ખેતી કરાવ્યું છે લવારપુરમાં આવેલા કપચીના પ્લાન્ટની જમીનને એગ્રો બેઝ વર્કશોપ ઉભો કરવા માટે ખેતીલાયક જમીનને બીનખેતી કરાવી છે. આથી બીનખેતીનો હેતુ સિદ્ધ નહી થતો હોવાનો આક્ષેપ સ્થાનિક ગ્રામજનોએ કર્યા છે.
બીનખેતી કરાવ્યા વિના પ્લાન્ટ ધમધમી રહ્યો છે.
ખેતીલાયક જમીનમાં ખેતી સિવાયની કામગીરી માટે બિનખેતી કરવાનો નિયમ છતાં લવારપુરની સીમમાં ખેતીલાયક જમીનને એનએ કરાવ્યા વિના કપચીનો પ્લાન્ટ ધમધમી રહ્યો હોવા છતાં તેને બંધ કરાવ્યો નથી.