ગાંધીનગર જિલ્લામાં સુજલામૂ સુફલામ જળ અભિયાનનો આરંભ

586

ગાંધીનગર જિલ્લામાં આજથી સુજલામૂ સુફલામૂ જળ અભિયાન- ૨૦૧૯ નો આરંભ કલોલ તાલુકાના પાનસર ગામથી થયો હતો.જળ અભિયાનનો આરંભ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ ભાવનાબેન દવેના હસ્તે પાનસર ગામના તળાવની જમીનનું પૂજન અને ત્રિકમથી ખોદકામ કરીને કરાવવામાં આવ્યો હતો.

પડકાર અને અહિંસા બન્ને એક સાથે મારી સામે આવશે, તો હું પડકારને પસંદ કરીશ તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વાક્યને યાદ કરીને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ ભાવનાબેન દવેએ જણાવ્યું હતું કે, રાજયની પાણીની સમસ્યાએ સરકાર માટે પડકાર રૂપ છે. તેને દૂર કરવા અને પાણીની સંગ્રહ શક્તિમાં વઘારો કરવા માટે મુખ્ય મંત્રી  વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી  નિતીનભાઇ પટેલના નેતૃત્વવાળી સરકારે રાજયમાં સુજલામૂ સુફલામૂ જળ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન થકી તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડી- સીલ્ટીંગ, આવરા જાવરા સાફ સફાઇઅને પીવાના પાણીની લાઇનોના એરવાલ્વનું ફીટીંગ જેવા વિવિધ કામો કરવામાં આવી રહ્યાં છે. આ અભિયાન થકી ગુજરાતની પાણી સંગ્રહ કરવાની શક્તિમાં વધારો થયો છે.

સુશાસન સાથે સ્વશાસન અને સક્ષમ શાસન ખૂબ જરૂરી છે. તેવું કહી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ  ભાવનાબેન દવેએ જણાવ્યું હતું કે, ખેડૂતોને સક્ષમ બનાવવા માટે દેશના વડાપ્રઘાન  નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં પ્રઘાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM-KISAN) યોજના અમલી બનાવી છે. આ યોજનાની વિસ્તૃત વાત પણ કરી હતી. આ સરકારે મહિલાઓમાં રહેલી ક્ષમતાને જાણી છે. તેમજ રાજયના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ ઉપર પણ ખાસ ભાર મુક્યો છે. તે ઉપરાંત રાજય સરકારની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ, બેટી બચાવો અભિયાન અને ગરીબોના ઉત્થાન માટે અમલી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.

પાણીનું ઉત્પાદન કારખાનાઓમાં થઇ શકશે નહી, તેવું કહી ગાંધીનગર (દ)ના ઘારાસભ્ય શંભુજી ઠાકોરે જણાવ્યું હતું કે, કુદરતે આપેલા પાણીનો ઉપયોગ કરકરસ પૂર્વક કરવો જોઇએ. અમૂલ્ય પાણીની માંગ સતત વઘતી જાય છે, જેથી જમીનમાં પણ પાણીના તળ નીચા ગયા છે. ફલોરાઇડવાળું પાણી પીવાથી થતાં રોગોની વાત કરી હતી. આ અભિયાન પાછળ રહેલા ઉમદા આશયની વાત દષ્ટાંત પુર્વક કરી હતી. ખેતી કામમાં પણ ટપક સિંચાઇ પધ્ધતિનો ઉપયોગ કરવા સર્વેને અપીલ કરી હતી

ગાંધીનગર જિલ્લા કલેકટર  એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, આજથી જિલ્લામાં આરંભ થયેલા આ અભિયાનમાં સરકારનું પ્રદાન ૬૦ ટકા રહેશે. તેમજ ૪૦ ટકા લોકભાગીદારીનું પ્રદાન રહેશે. તેમજ સરકારે માટી પરની રોયલ્ટી દૂર કરી છે. આ માટીનો ઉપયોગ પાળાબંધ, શાળા કે ગામના મેદાનમાં કે અન્ય જગ્યાએ કરવામાં આવશે. ગતૂ વર્ષે આ અભિયાન થકી ૨૫૭ કાર્યો કરવામાં આવ્યા હતા. આ વર્ષે ૨૧૯ જેટલા કામો નક્કી કરવામાં આવ્યા છે, તેની પાછળ અંદાજે રૂપિયા ૪ કરોડનો ખર્ચે કરવામાં આવશે.જળસંચયના આ કામોની સંખ્યા જરૂર વધશે. તેમજ ગતૂ વર્ષના અધુરા કામો પણ આ વર્ષે પુર્ણ કરવામાં આવશે.

આ પ્રસંગે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ  ભાવનાબેન દવે અને મહાનુભાવોના હસ્તે વાસ્મો દ્વારા નિર્માણ કરવામાં આવેલી ઉંચી ટાંકી અને આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Previous articleપ્રદૂષણ બદલ લવારપુરની કંપની બંધ કરવા અંગે PCB આદેશ
Next articleBSFની ગાડી અને કપડા પહેરી દારૂની હેરાફેરી કરતા બે ઇસમની ધરપકડ