જિલ્લામાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવી ટેકનિકો અપનાલવામાં આવી રહી છે. ત્યારે જિલ્લામાં બુટલેગર દ્વારા એક નવી જ મોડસ ઓપરેન્ટી અપનાવામાં આવી રહી છે. નેનાવા ચેકપોસ્ટથી બીએસએફની હરાજી કરેલી ગાડીમાંથી પોલીસે વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યા છે.
નિવૃત બીએસએફના જવાનની ગાડીમાં વિદેશી દારૂ સાથે પોલીસે બે ઇસમોને ઝડપી લીધા છે. પોલીસે ઝડપેલા આ બુટલેગરોએ બીએસએફના કપડા પહેરીને દારૂની હેરાફેરી કરવાની ટેકનિક અપનાવી હતી. નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે મ્જીહ્લની ગાડીમાં દારૂની હેરાફેરીને ઝડપી લીધી છે.
પોલીસે બીએસએફની ગાડી સહિત લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો પણ ઝડપાયો હતો. ધાનેરા પોલીસે આ બે ઇસમોને ઝડપી લઇને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બોર્ડર સિક્યોરીટી ફોર્સની હરાજી કરેલી ગાડીમાં દારૂની હેરાફેરી કરવાનો બુટલેગરોનો આ કિમીયો પણ પોલીસે ઝડપી લીધો છે.