રાજકોટ પોલીસનું જાહેરનામુઃ સરઘસ અને જાહેરસભા કરનાર સામે ફરિયાદ થશે

618

રાજકોટ શહેર પોલીસ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા  કલમ ૩૭(૩) મુજબનું એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જે આગામી ૧ માર્ચ થી ૩૦ એપ્રિલ સુધી લાગુ કરવામાં આવશે.

આગામી શિવરાત્રી , હોળી , ધૂળેટી, રામનવમી સહીતના તહેવારોને ધ્યાનમાં રાખી આ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં કોઈ સ્થળ પર ૪ થી વધુ લોકો એક સાથે એકઠા થઇ શકશે નહિ અને જાહેરસભા કે સરઘસ મંજુરી વગર કરી શકશે નહિ.

આ બે મહિના દરમિયાન જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાંનો ભંગ કરશે તો તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરનામું બહાર પાડ્‌યા બાદ જો કોઇ વ્યક્તિ દ્વારા તેનો ભંગ કરવામાં આવે તો ગુજરાત પોલીસ અધિનિયમ ૧૩૫(૩) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલેખ્ખનીય છે કે, પોલીસ દ્વારા આતંકી હુમલા બાદ શહેરમાં ચેકિંગ પ્રક્રિયા સઘન બનાવવામાં આવી છે. તથા આઇબી દ્વારા ગુજરાતમાં આપવામાં આવેવા એલર્ટને લઇને પણ આ જાહેરનામું બહાર પાડ્‌યું હોવાનું માનવમાં આવી રહ્યુ છે.

Previous articleBSFની ગાડી અને કપડા પહેરી દારૂની હેરાફેરી કરતા બે ઇસમની ધરપકડ
Next articleગાંધીનગર : કોંગ્રેસની જન સંકલ્પ રેલીને સોનિયા, રાહુલ અને પ્રિયંકા સંબોધન કરશે