ગિરનાર પર્વત ચઢી રહેલી ૨ રશિયન યુવતીઓ સાથે લૂંટનો પ્રયાસ

734

ભારતમાં અતિથિ દેવો ભવની ભાવનામાં માનતો દેશ છે. હાલ કુંભ મેળાને કારણે ભારતમાં અનેક વિદેશી પ્રવાસીઓ આવેલા છે. ત્યારે પારકા દેશમાં ફરવા આવતા વિદેશીઓને આપણા દેશમાં ફરવા આવતા વિદેશીઓને ક્યારેક એવા કડકા અનુભવ થતા હોય છે. અનેક વિદેશીઓ સાથે લૂંટનો બનાવ બનતો હોય છે. ત્યારે જુનાગઢના ભવનાથમાં આવેલી બે રશિયન મહિલાઓને લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. એટલું જ નહિ, બંને મહિલાઓએ પ્રતિકાર કરતા ત્રણ શખ્સોએ તેમના શરીર પર ઈજા પહોંચાડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢનો મેળો શરૂ થાય તે પહેલા જ તેની સુરક્ષાના સવાલો ઉભા થાય છે. રશિયાની બે મહિલાઓ ગત સોમવારે જુનાગઢ ફરવા આવી હતી. બંને મહિલાઓ ગિરનાર સર કરવા નીકળી હતી. ત્યારે માળી પરબ પાસે ત્રણ શખ્સોએ બંને મહિલાઓ પર હુમલો ક્યો હતો. શખ્સોએ મહિલાઓ પાસેથી રૂપિયાની બેગ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને મહિલાઓએ શખ્સોનો સામનો કરતા તેઓએ તીક્ષ્ણ હથિયારથી તેમના પર હુમલો કર્યો હતો.

Previous articleગાંધીનગર : કોંગ્રેસની જન સંકલ્પ રેલીને સોનિયા, રાહુલ અને પ્રિયંકા સંબોધન કરશે
Next articleઆરોગ્ય કર્મીઓની હડતાળના કારણે દર્દીઓ પરેશાન થઇ રહ્યા છે