આરોગ્ય કર્મીઓની હડતાળના કારણે દર્દીઓ પરેશાન થઇ રહ્યા છે

546

રાજ્યમાં છેલ્લા ૧૧ દિવસથી આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર છે. જેને લઈને દર્દીઓની હાલત કફોડી બની છે. અન્ય જિલ્લાની સાથે ખેડા, કચ્છ, અને પાટણમાં પણ આરોગ્ય કર્મીઓમાં રોષ છે. ત્યારે ખેડામાં પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકીએ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની મુલાકાત લીધી હતી.

કર્મચારીઓએ ભરતસિંહ સોલંકીને આવેદનપત્ર આપી વિવિધ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરી. તો કચ્છમાં હડતાળની વધુ અસર જોવા મળી. અહીં છેલ્લા અગિયાર દિવસથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે.

જ્યારે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી તો ધ્યાને આવ્યું કે, સગર્ભા મહિલાને ધનુરના રોગનું રસીકરણ અને વિવિધ ટેસ્ટ કરાવવાના બાકી છે, પરંતું આરોગ્ય કેન્દ્રમાં હાલ તમામ કામ ઠપ છે. તો આ તરફ પાટણમાં કર્મચારીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો.

મહિલા કર્મચારીઓએ હાથમાં મહેંદી મુકાવી વિરોધ પ્રદર્શીત કર્યો અને પડતર પ્રશ્નોનું તાત્કાલિક ઉકેલ આવે તેવી માગણી કરી. આરોગ્ય કર્મીઓનો વિરોધ સરકાર સામે છે, પરંતું હાલ તો આ વિરોધમાં ગરીબ દર્દી પીસાઈ રહ્યો છે. ત્યારે દર્દીઓ ઈચ્છી રહ્યા છે કે, આરોગ્ય કર્મચારીઓની હડતાળનો જલદી અંત આવે.

મેલેરિયા ને ૨૦૨૨ માં નાબૂદ કરવાની વાત થઈ રહી છે તો અત્યારે આ રોગચાળાની સિઝનમાં એનું હાઉસ ૨ હાઉસ સર્વેલન્સ પણ હડતાળને લીધે અટકી પડ્‌યું છે. સ્વાઈફલુનો રોગચાળો જે માથા પર  છે તેનું સર્વેલંક તેમજ ૈંઈઝ્ર કામગીરી અટકેલ છે.

Previous articleગિરનાર પર્વત ચઢી રહેલી ૨ રશિયન યુવતીઓ સાથે લૂંટનો પ્રયાસ
Next articleઅદાણી સંચાલિત GK હોસ્પિટલમાં ૫ વર્ષમાં ૧૦૦૦થી વધુ નવજાત શિશુના મોતઃ સરકારની કબૂલાત