ગુજરાતમાં લાયકાત વિનાના ૮૬૮૦ શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે છે….!

752

ગુજરાતે શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી છે તેવી બડાઇ હાંકવામાં આવી છે.ભણે ગુજરાત,વાંચે ગુજરાત જેવા સરકારી તાયફાઓ કરીને ભાજપ સરકાર કરોડો રુપિયાનો ધુમાડો કરી રહી છે.

હકીકતમાં ગુજરાતમાં શિક્ષણની સ્થિતી જાણે ખાડે ગઇ છે. તેનુ કારણ એછેકે,આજેય વાયબ્રન્ટ ગુજરાતમાં હજારો વિદ્યાર્થીઓ ૧૧૩૭૬ પતરાવાળી શાળાઓમાં ભણી રહ્યાં છે જયારે આંખે ઉડીને વળગે તેવી વાત એછેકે,રાજ્યમાં લાયકાત વિનાના ૮૬૮૦ શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યાં છે.

રાજ્યમાં શિક્ષણની સ્થિતી સારી કહી શકાય તેવી નથી.શિક્ષણ વિભાગે જ માહિતી આપી છેકે,રાજ્યમાં ૪૦૩૩ શાળાઓ જર્જરિચત અને બિસ્માર અવસ્થામાં છે. ૧૨૦૬૬ ઓરડાઓ તો પડુપડુ છે. આ જર્જરિત શાળાઓમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ જ પ્રમાણે, ગુજરાતમાં ૧૧૩૭૬ શાળાઓ પતરાવાળીઓ છે. ખેડા, બનાસકાંઠા, મહેસાણા, સુરત, છોટાઉદેપુર જિલ્લામાં પાકા મકાનમાં ય શાળાઓ નથી.

પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમો પાછળ સરકારે કરોડો રુપિયા ખર્ચે છે પણ બિસ્માર-જર્જરીત શાળાઓના સમારકામ માટે સરકાર પાસે પૈસા નથી. શિક્ષણક્ષેત્રે ગુજરાતે ઘણી પ્રગતિ કરી છે તેવી વાતો વચ્ચે એવી સ્થિતી સર્જાઇ છેકે,ગુજરાતમાં નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ૮૬૮૦ શિક્ષકો લાયકાત વિનાના છે. ખુદ સરકારે આ વાતનો એકરાર કર્યો છે. સરકારે એમ પણ જણાવ્યુછે કે, ૩૧મી માર્ચ,૨૦૧૯ સુધીમાં નિયત કર્યા મુજબની આ લાયકાત વિનાના શિક્ષકોએ તાલીમ મેળવવાની રહેશે. જર્જરીત શાળા,પતરાવાળા વર્ગખંડો, લાયકાત વિનાના શિક્ષકો હોય ત્યાં બાળકો કેવુ શિક્ષણ હાંસલ કરતાં હશે તે વિચારવુ રહ્યું.

Previous articleઅદાણી સંચાલિત GK હોસ્પિટલમાં ૫ વર્ષમાં ૧૦૦૦થી વધુ નવજાત શિશુના મોતઃ સરકારની કબૂલાત
Next article૫૦ વર્ષ માટે દેશના ૫ એરપોર્ટ અદાણીના