તાપી શુદ્ધિકરણઃ  ૯૭૩ કરોડનાં પ્રોજેક્ટને કેન્દ્રએ આપી લીલીઝંડી

751

સુરતની તાપી નદીનાં શુદ્ધિકરણ માટેનો પ્રોજેક્ટ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે મંજૂર કર્યો છે. ૨૧ કરોડનાં વધારા સાથે ૯૭૩ કરોડનાં પ્રોજેક્ટને મંજૂરી મળી છે. સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ.થેનારાસને દિલ્હીમાં તાપીમાં પ્રવેશતું દૂષિત પાણી અટકાવી નદીને સ્વચ્છ રાખવાના માસ્ટર પ્લાનનું પ્રેઝન્ટેશન આપ્યું. તેમનાં પ્રેઝન્ટેશન બાદ પર્યાવરણ મંત્રાલયે એક પણ સવાલ પૂછ્યા વિના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી.

તાપી નદીના ઉપરવાસમાથી ઠલવાતુ દુષિત પાણી અટકાવી નહિને સ્વચ્છ કરવા માટે પાલિકાએ રુ ૯૨૨ કરોડનો તાપી શુધ્ધિકરણનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર તરફથી સોમવારે લીલી ઝંડી મળી ગઈ છે. કેન્દ્રના માત્ર પર્યાવરણ મંત્રાલયની મંજૂરી લેવાની બાકી હતી. જેને આજે  કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માટે દિલ્હીમાં રજૂ કરાયો હતો. આજે મ્યુનિસિપલ કમિશનર એમ.થૈનારાસન અને સિટી ઇજનેર ભરત દલાલે  રુ ૯૨૨ કરોડની યોજનાનું પ્રેઝન્ટેશન દિલ્હીમાં રજૂ કર્ય હતું.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરના લોકોને પીવાનુ પાણી પૂરી પાડતી તાપી નદીમા દરરોજ ૩૮ કરોડ લિટર દૂષિત પાણી ઠલવાય છે. છેલ્લા છ મહિનામાં પાલિકાએ વાલક અને વરાછા ખાડી ડાયવર્ટ કરવાની કામગીરી પૂરી કરી ૧૦૦ એમએલડી કરતા વધારે દૂષિત પાણીને ડાયવર્ટ કરવામા સફળતા મેળવી છે. તાપી નદીમા ખોલવડ, કામરેજ, અંબોલી, કઠોર ગામ, પાસોદરા, બૌધાન સહિતના વિસ્તારોમાથી ગટરનું દુષિત પાણી નદીમા ઠલવાય છે.

ઉકાઇ ડેમમાથી નદીનું પાણી નીકળે ત્યારે તે શુદ્ધ હોય છે. પરંતુ સુરત સુધી પહોંચતા જ વચ્ચેના ગામોનું ગટરનુ પાણી ભળે છે. જેને કારણે પાણીની રો વોટર ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે. પાલિકા ઉપરાત સુડા અને જિલ્લા પંચાયત વિસ્તારમા નદીને લગતી કામગીરી કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આ યોજના પાછળ કુલ ૯૨૨ કરોડનો ખર્ચ થનાર છે. ત્યારે આ યોજનાને લઇ આજે દિલ્હીમાં મ્યુનિસિપલ કમિશનર એમ. થૈનારાસન અને સિટી ઇજનેર પ્રેઝન્ટેશન કરાયું હતું. લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા તાપી શુધ્ધિકરણ યોજનાને મંજૂરી મળી જાય તેવી પૂરેપૂરી શકયતા તો હતી, જેને મંજૂરી મળી જતા હવે સુરત વચ્ચેથી પસાર થતી નદી શુદ્ધ થશે.

Previous articleઆજે જૂનાગઢ ભવનાથ મેળાના ભવ્ય પ્રારંભ પહેલા લેવાયા બે મોટા નિર્ણય
Next articleહું રહું કે ન રહું, સૈન્યની શૌર્યગાથા યાદ રહેવી જોઈએ : મોદી