પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, મોદી સરકારે પાસે ખુફિયા માહિતી હતી કે, જવાનો પર આતંકવાદી હુમલો થવાનો છે પણ સરકારે આ માટે ખાસ કાંઇ કર્યુ નહીં અને હવે જવાનોનાં મૃતદેહો પર રાજકારણ રમે છે. તૃણમુલ કોંગ્રેસની કોર કમિટિને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, તાનાશાહ નરેન્દ્ર મોડીને સત્તામાંથી ઉખાડીને રહીશું. મમતા બેનર્જીએ એવો દાવો કર્યો કે, આગામી લોકસભા ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ બંગાળની ૪૨ લોકસભા બેઠકો જીતી જશે. મમતાએ વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર પાસે માહિતી હતી કે જવાનો પર આતંકવાદી હુમલો થવાનો છે. તો શા માટે આ માહિતીનાં આધારે કોઇ પગલા લીધા નહીં ? અને જવાનોની જિંદગી બચાવી નહીં ? સરકારે આ જવાનોને મરવા દીધા. જેથી કરીને તેના પર રાજકીય રોટલા શેકી શકાય. બેનર્જીએ વધુમાં ઉમેર્યુ કે, આગામી લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર યુદ્ધનું વાતાવરણ ઉભુ કરવા માંગે છે અને તેનો ચૂંટણીમાં લાભ લેવા માંગે છે.
મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદી અને ભાજપનાં પ્રમુખ અમિત શાહ પર આરોપ લગાવ્યો કે, તેઓ બંને ભાઇઓ જ આ સરકાર ચલાવે છે. આ લોકોનાં હાથ નિર્દોષ લોકોનાં લોહીથી રંગાયેલા છે. આપણી પાર્ટીનાં કાર્યકરોએ એવા વાતનું ધ્યાન રાખે કે, ચૂંટણી દરમિયાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે ચેડા થઇ શકે છે. આ તમામ પ્રયાસોને નાકામ કરવા પડશે.