સિહોરની સંસ્કૃતિ સ્કુલમાં વાલી મીટીંગનું આયોજન

619

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે તારીખ – ૨૩/૦૨/૨૦૧૯ ને શનિવારનાં રોજ વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન લેવાયેલ (વિદ્યામંજરી ટેસ્ટ પ્રોગ્રામ) તેમજ  પ્રિલિમિનરી પરીક્ષાનાં પરીણામ સંદર્ભે એક અગત્યની વાલીમિટિંગ યોજાઈ. આ મિટિંગમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ મહાશિવરાત્રી/હોળી તહેવારને ધ્યાનમાં લઈ બનાવેલ ચિત્રોનું પ્રદર્શન આયોજીત થયું.તેમજ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને શ્રધ્ધાંજલી આપતા ચિત્રો અને ચાર્ટનું ભવ્ય પ્રદર્શન પણ આયોજીત થયુ. જમ્મુ-કાશ્મીર સ્થિત પુલવામાં શહાદત પામેલ ભારતીય સીઆરપીએફનાં ૪૪ જેટલાં વીર જવાનોના પરીવારને નૈતીક બળ પુરૂ પાડવા તથા તેઓના બાળકોને ઉત્તમ પ્રકારનું શિક્ષણ મળી રહે તેમજ જીવન નિર્વાહ ખૂબ સારી રીતે થઈ શકે તેવી ભાવનાથી શાળાનાં વિદ્યાર્થીઓ, વાલીઓ, સંસ્થાના ટ્રસ્ટી, સંચાલક, શાળા પરીવારનાં તમામ સભ્યોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આર્થીક સહયોગ આપી મોટી એવી રકમ એકત્રીત કરેલ. આ વાલીમિટિંગમાં વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વાલીમિટિંગને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleધામેલ હજીરાધાર ખાતે પુશપાલન શિબિર યોજાઈ