દામનગર ના ધામેલ હજીરાધાર ખાતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની અધ્યક્ષતા માં જિલ્લા કક્ષા ની પશુપાલન શિબિર યોજાય પશુપાલક નિયામક જિલ્લા પંચાયત અમરેલી ના ડો ભાડજા અને ઘનિષ્ટ પશુપાલક નિયામક દલસાણીયા ની ઉપસ્થિતિ માં આદર્શ પશુપાલન સ્વચ્છ દૂધ ઉત્પાદન પશુ આહાર વિહાર રોગ પ્રતિકારક ક્ષમતા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું
ઘાસચારા ઉત્પાદન ઉત્તમ દૂધ સાત્વિક પશુ ઉછેર ક્લીન મિલ્ક પ્રોડકશન પશુ દોહન ક્રિયા વાતાવરણ સહિત ની કાળજી અંગે સુંદર સમજ આપતા પશુ નિષ્ણાંત વક્તા ઓ પશુપાલન શિબિર માં હજારો પશુપાલકો ની વિશાળ હાજરી માં પશુપાલકો ને મુંઝવતા પ્રશ્નો નો સ્થળ પર ઉકેલ ચૂસવતા નિષ્ણાંત પશુચિકિત્સકો ડો કણજારીયા ડો જયેશ મકવાણા ડો ચૌધરી ગારીયાધાર ડો પડીયા ડો ચૌધરી સહિત ના નિષ્ણાંતો એ ઉત્તમ પશુપાલન પરમાર્થ સાથે પ્રગતિ નો પર્યાપ્ત પશુપાલન વ્યવસાય ને વધુ નફાકારક બનાવો ની શીખ સાથે ઉત્તમ પશુપાલન વિશે સુંદર સમજ અપાય હતી અમરેલી જિલ્લા કક્ષા ની પશુપાલન શિબિર માં મધુભાઈ કાકડીયા સરપંચ ભોલાશેઠ ધામેલ હજીરાધાર ભાલવાવ ભટવદર સુરનીવાસ માગુકા સહિત અનેકો ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં થી હજારો પશુપાલકો ખેડૂતો ની વિશાળ હાજરી માં વિક્રમબાપુ ના આશ્રમ ધામેલ હજીરાધાર ખાતે જિલ્લા સ્તર ની પશુપાલન શિબિર ને ભવ્ય સફળતા મળી હતી પશુપાલન અંગે નિષ્ણાંત વક્તા ઓ પશુચિકિત્સકો એ પશુપાલન સંદર્ભ માં અનેકો મુદા ઓ પર પ્રકાશ પાડતું સુંદર માર્ગદર્શન આપ્યું હતું