જાફરાબાદ પ્રેમ પરિવાર સંર્કિતન મંદિર દ્વારા પુલવામાં આંતકી હુમલામાં આપણા વિરજવાનો શહિદ થઈ ગયા તેની આત્માને સદગતિ મળે અને વિર જવાનોની જયોતિ અમર રહે તેના માટે રવિવારે રામ મંદિરે ૩-૦૦ કલાકે રામધુન કરવામાં આવી. આ રામધુનમાં ગામની જનતા રામપ્રેમી ભાઈઓ અને મંડળોની બહોળી સંખ્યામાં રામધુન કરીને શહિદોને શ્રધ્ધાંજલિ અર્પીત કરી.