ઋષીવંશી સમાજનું મહાસંમેલન, સમુહ લગ્ન ગાંધીનગર ખાતે સંપન્ન

758

ઋષીવંશી સમાજ સેવા સંઘ દ્વારા ગાંધીનગર ખાતે ઋષવંશી સમાજનું મહા સંમેલન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થ્તમાં સફળતાપુર્વક યોજાઈ ગયું. જેમાં મુખ્યમંત્રી સહિત રાજયભરમાંથી ઉમટી પડેલા આગેવાનો- કાર્યકરોએ સફળ આયોજન બદલ હેમરાજભાઈ પાડલીયાને અભિનંદન પાઠવ્યા હતાં.

ગાંધીનગર ખાતે .ભા કરાયેલા વિશાળ સમીયાણામાં ઋષીવંશી સમાજ સેવા સંઘ દ્વારા સમુહ લગ્નોત્સવ ધામધુમથી ઉજવાયા હતાં. જેમાં ૧ર યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતાં. સાથો સાથ ઋષીવંશી સમાજનું મહાસંમેલન પણ યોજાયેલ. આ સંમેલનમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ ઉપસ્થિત રહી નવદંપતિઓને આર્શીવાદ પાઠવ્યા હતા અને અભૂતપુર્વ સફળ આયોજન બદલ ઋષીવંશી સમાજને અભિનંદન પાઠવેલ. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હેમરાજભાઈના પિતા સ્વ. રામજીભાઈ પાડલીયા સંઘના પાયાના આગેવાન હતાં. પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચુકેલા હેમરાજભાઈના પિતા અડીખમ યોધ્ધા હતાં. આદર્શ કાર્યકર્તા, નિસ્વાર્થ જીવન જીવી જીવનના અંતિમ દિવસો સુધી કામ કર્યુ હતું. અને તેમના પુત્ર હેમરાજભાઈ પાડલીયા પણ પિતાની જેમ જ સમાજ સેવામાં અગ્રેસર છે ઋષીવંશી સમાજ શિક્ષણ – આરોગ્ય અને વિવિધ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. તેને મુખ્યમંત્રી રૂપાણીએ શુભેચ્છા પાઠવી હતી.

ઋષીવંશી સમાજના મહાસંમેલનમાં મુખ્યમંત્રી ઉપરાંત જાણીતા ધારાશાસ્ત્રી અને મેમ્બર ઓફ લોકમીશન ઓફ ઈન્ડિયા, અભયભાઈ ભારદ્વારજ, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, કાંતીભાઈ ચમ્હતીયા, અગ્રણી રાજુભાઈ ધ્રુવ તથા સુરત, અમદાવાદ, ગાંધીનગર, જામનગર, અમરેલી, જુનાગઢ સહિત સમગ્ર ગજરાતભરના ઋષીવંશી સમાજના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમમાં હેમરાજભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે આપણો સમાજનો ઈતિહાસ ભવ્ય છે. જેનો આગળ ધપાવવાનો છે. આજના ભવ્ય સંમેલને બતાવી દીધું છે. વિશ્વમાં એક જ નામથી સમાજ ઓળખાશે. રાષ્ટ્રભાવના, નિષ્કામની ભાવના, ધર્મની લાગણીથી સમાજ શક્તિશાળી બન્યો છે. આજે ગુજરાતભરમાં ર૭ હજાર જેટલા ઋષીવંશી સમાજના સેવાભાવી યુવાનોએ સમાજની એક અલગ ઓળખ ઉભી કરી છે. સમાજમાં જાગૃતિ આવી છે અને તેને આગળ ચાલુ રાખવાનું અભિયાન ચાલુ જ રહેશે.

Previous articleરાણપુરની શેઠ કન્યા શાળા ખાતે સંસ્કૃત સંભાષણનો સમાપન સમારોહ
Next articleકુંભારવાડા ખાર વિસ્તારમાં ખાડામાંથી યુવાનની લાશ મળી