શહેરના કુંભારવાડા ખાર વિસ્તારમાંથી આજે સવારે ખાડામાંથી એક અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ડી.ડીવીઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને યુવકની ઓળખ મેળવી લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ શહેરના કુંભારવાડા, અક્ષરપાર્ક સોસાયટી નજીક ખાર વિસ્તારમાં આવેલ એક ખાડામાંથી યુવાનની લાશ મળી આવતા તુરંત પોલીસને જાણ કરાતા ડી.ડીવીઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા યુવાન કુંભારવાડા રાંદલનગરમાં રહેતા વિજયઈ રમેશભાઈ રાઠોડ (ઉ.વ.ર૩) હોવાનું ખુલતા તેમના પરિવારને જાણ કરાતા પરિવાર ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બનાવની જાણ થતા લોકોના ટોળા એકઠા થયા હતાં. બનાવ અંગે પોલીસે જરૂરી કાગળો તૈયાર કરી લાશને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. અને યુવાનના મૃત્ય્ કેવી રીતે થયું તેની તપાસ હાથ ધરી હતી.