રાજયભરની સાથો સાથ ભાવનગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની ચાલી રહેલી હડતાલમાં આજે સ્ત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ મુજબ ભાવનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સમગ્ર ગુજરાતના ૩પ,૦૦૦ કર્મચારીઓ સાથે સમગ્ર ભાવનગર જિલ્લાના ૪૭ પ્રા.આ.કેન્દ્રો તથા ૧૦ તાલુકા હેલ્થ કચેરી હેઠળ તેમજ જિલ્લા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા આરોગ્યના તમામ ૮પ૦ જેટલા કર્મચારીઓનો દ્વારા તા. ૧પ-ર-ર૦૧૯થી અચોકકસ મુદ્દતની હડતાલ કર્મચારીઓની પડતર માંગણીનો જેવી કે તેઓને ટેકનીકલ કર્મચારીઓ ગણી ટેકનીકલ પગાર ધોરણ આપવું. પગાર વિસંગતતા, ગ્રેડ-પે પંચાયત સેવામાં ત્રિસ્તરીય માળખાનો અમલ, તાલુકા કક્ષાએ સુપરવાઈઝરની જગ્યા અપગ્રેડ કરવી, નવા જિલ્લાઓમાં જિલ્લા કક્ષાનું મહેકમ મંજુર કરવું. વિગેરે જેવી નહીં સંતોષાતા આજરોજ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આરોગ્યની લેબ. ટેક. જુ.ફાર્મા, મ.પ.હે.સુ. ફીહે.સુ, મ.પ.હે.વ. અને ફી.હે.વ. કેડરની સમગ્ રજિલ્લાના કર્મચારીઓ હાજર રહેલ. અગાઉ તા. ૬-ર-ર૦૧૯ના રોજ માસ સી.એલ.નો કાર્યક્રમ રરાખવામાં આવેલ હતો. જે અંતર્ગત જનહિતાર્થે ૧૦૩ બોટલ રકત એકત્રી કરવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પંચાયત આરોગ્ય મહાસંઘના પ્રમુખ મનહરસિં ગોહિલ્ તથા સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવેલ હતી.