મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી ફરી સત્તારૂઢ થયા બાદ હવે તેમની નવી સરકારના મંત્રી મંડળ માટે કવાયત શરૂ થઇ ગઇ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને મળીને પાર્ટીના શિર્ષસ્થ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ મંત્રી મંડળની રચના કરશે.
મંત્રી મંડળની આખરી યાદી તો શપથવિધિની પૂર્વરાત્રિએ જ નક્કી કરાશે પરંતુ પ્રાપ્ત જાણકારી મૂજબ રુપાણી સરકારના નવા મંત્રીમંડળમાં જાતિગત સમિકરણનું ભારે પ્રભૂત્વ રહેશે. રૂપાણી સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રીઓ યથાવત રહેવાની સાથે હારેલા મંત્રીઓના સ્થાને નવા ચહેરાનો સમાવેશ થશે. કેટલાક રાજ્યકક્ષાના મંત્રીઓ પ્રમોટ થઇને કેબિનેટમાં સ્થાન મેળવે તેવી શક્યતા જોવાઇ રહી છે.