રાજુલા જાફરાબાદનાં દરિયામાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ

637

રાજુલા જાફરાબાદના અરબી સમુદ્ર પર પોલીસ અને કોસગાર્ડની બાઝ નજર કોઈ શંકાસ્પદ જણાઈ તો કડક કાર્યવાહી કરવા ડીએસપીનો આદેશ માછીમારોને વીકટર, શીયાળબેટ, ખારવા સમાજની ધારાબંદર સુધી રાત દિવસ પીઆઈ ચનુરા સહિત સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ શરૂ કરાયુ છે.રાજુલા જાફરાબાદથી ૧૬૦૦ કી.મી. અરબીસમુદ્ર પર કોસગાર્ડ અને પોલીસની બાઝનજર આતંકવાદીઓએ અગાઉ ગુજરાતનો દરિયા કિનારાનો ઉપયોગ કરી મુંબઈમા અંજામ આપ્યો હતો તે બાબતે રાજુલા જાફરાબાદના દરિયા કિનારાની હાલની પરિસ્થિતી જે ૪૪ ભારતીયો જવાનોને આતંકવાદીઓએ ગદ્દારીથી માર્યા પછી જે ભારતીય ફોઝનો વળતો જવાબ માટે હવાઈ સર્જીકલ સ્ટાઈકમા જૈસે મહમદના ૩૦૦ આતંકવાદીઓનો ગત રાત્રીએ ખાત્મા બોલ્યા પછી હજી જવાબી કાર્યવાહી ભારતીય ફોજની શરૂ હોય આવા સમયે રાજુલા જાફરાબાદના અરબીસમુદ્ર પર વિકટર બંદર, પીપાવાવ પોર્ટ, શીયાળ બેટથી જાફરાબાદ વઢેરાથી ધારાબંદર સુધી પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા સઘન ચેકીંગ તેમજ  શંકાસ્પદ કોઈ પણ જણાય તો કડકમાં કડક કાર્યવાહી કરવા ડીેસપીના આદેશ મુજબ પી.આઈ. ચનુરાએએ કોસગાર્ડ અને પોલીસ કાફલાને અલગ અલગ ફરજો પર તેનાત કરી દેવાયા છે. તેમજ વિકટરથી શીયાળ બેટ જાફરાબાદના ખારવા સમાજના માછીમારોથી વઢેરા ધારાબંદર સુધી સુચનાઓ આપી દીધી છે.

Previous articleપશુઓને નિરણઆપી જન્મદિવસ ઉજવતા રાણપુરના સંત ઉત્તમ સ્વામી
Next articleઅલમપરમાં તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ