ભારતીય એરફોર્સનાં જવાનો દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદી કેમ્પોને બોમ્બથી ઉડાવી દઈ ૩૦૦ જેટલા આતંકવાદીઓને માર્યાનાં સમાચારથી વલ્લભીપુરમાં ખુશીનો માહોલ છવાયો છે. વલ્લભીપુર ભાજપ દ્વારા આજે સૈનિકોની શહીદીનો બદલો લેવાયાની ખુશીમાં આતશબાજી કરવામાં આવી હતી. સાથોસાથ કમલ જ્યોતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં હોદ્દેદારો કાર્યકરો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.