સમગ્ર ગુજરાતમાં એલર્ટના પગલે બોટાદ જિલ્લામાં બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા એલર્ટ જાહેર કરાયુ છે. જેને પગલે બોટાદ જિલ્લાના સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. બોટાદના વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર પાળીયાદ વિસામણ બાપુની જગ્યા, ગઢડા સ્વામિનારાયણ મંદિર સહિત ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ રેલ્વે સ્ટેશનમાં એસ.ઓ.જી. સ્ટાફ, બીડીડીએસ ટીમો દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ અને જિલ્લામાં તમામ પોઈન્ટ ઉપર ચેક પોસ્ટ ઉભી કરી વાહનોનું પણ ખાસ ચેકીંગ કરવામાં આવેલ છે.