જાફરાબાદ તાલુકામાં ગ્રાહક સેવા કેન્દ્ર શરૂ કરવા માટે ગ્રાહક સુરક્ષા મંડળ, સાવરકુંડલાને સમગ્ર અમરેલી જિલ્લાની હકુમત છે, જ્યારે જાફરાબાદ તાલુકામાં ગ્રાહક સુરક્ષા મંડળના હોય જેથી ગ્રાહકોને અનેક બાબતોનો અન્યાય થતો હોય ત્યારે લોકોએ જિલ્લા મથક સુધી જવું પડે છે. જો ગ્રાહક સુરક્ષાને લગતી કાર્યવાહી કરી શકાય તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાએ જાફરાબાદના યુવા અને ઉત્સાહિત એડવોકેટ બાલકૃષ્ણ રામજીભાઈ સોલંકીની જાફરાબાદ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ તરીકે નિમણુંક ર૦૧૪માં કરવામાં આવેલ. જેમાં સ્થાનિક તાલુકામાં રહેલા ગ્રાહકોના પ્રશ્ન હલ કરવા લોકોને મદદરૂપ થઈ શકે જેના ભાગરૂપે જાફરાબાદ ગ્રાહક સુરક્ષાએ તાલુકાના વેપારીઓના પ્રશ્ન, માછીમારી દરમિયાન ગુજરી ગયેલા માછીમારોના પરિવારને સહાય, અકસ્માતે મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારને સહાય, તો જાફરાબાદ શહેરના પુલ, આધાર કાર્ડ, માતા સિકોતરના મંદિર, એસ.ટી. બસ સ્ટેશન, યુવાનો માટે રમત-ગમતનું મેદાન તેમજ હિન્દુ સ્મશાન માટે રોડ રસ્તાની સુવિધા માટે લોકોના પ્રશ્નોને વાંચા આપી, જે પ્રસંશનિય કામગીરી બદલ ત્રીજીવાર ઈ.સ. ર૦ર૦ સુધી જાફરાબાદ ખારવા સમાજના પ્રથમ એડવોકેટ એવા બાલકૃષ્ણ સોલંકીની સાવરકુંડલા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ રમેશભાઈ હિરાણીએ નિમણુંક કરી શુભેચ્છા પાઠવેલ.