મોદી આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા કાર્યકરોને સંબોધન કરશે

764

ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તારીખ ૨૮ ફેબ્રુઆરીના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે ‘‘સંગઠન-સંવાદ’’ કાર્યક્રમમાં દેશભરનાં ભાજપના લાખો કાર્યકર્તાઓને ૧૫,૦૦૦ સ્થાન મંડલ પર વિડીયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કરશે. ગુજરાતમાં ગ્રામ્ય તાલુકા, શહેરીનગરમાં ૪૧૪ સ્થાન અને ૮ મહાનગરોમાં ૩૭ વિધાનસભા સીટ પ્રમાણે કુલ ૪૫૧ સ્થાન પર હજારો કાર્યકર્તાઓને ‘‘મેરા બુથ-સબસે મજબૂત’’ અંગે માર્ગદર્શન આપશે. પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ૨૬ લોકસભા જીતાડવા માટે લોકસભા પ્રદેશ ચૂંટણી પ્રભારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમજી માથુર તારીખ ૨૫ થી તારીખ ૦૧ માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે. ઓમજી માથુર ગુજરાતની તમામ લોકસભાદિઠ કાર્યકર્તાઓની બેઠક લઈ રહ્યાં છે. તારીખ ૨૫મીએ બનાસકાંઠા અને પાટણ લોકસભા, તારીખ ૨૬મીએ કચ્છ અને જામનગર, તારીખ ૨૭મીએ પોરબંદર લોકસભાના કાર્યકર્તાઓને મળીને સંગઠનલક્ષી, વ્યવસ્થા અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા તેમની સાથે રહ્યાં હતાં. ઓમજી માથુર તારીખ ૨૮મીએ જૂનાગઢ જીલ્લામાં બપોરે ૧૨.૩૦ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘‘સંગઠન-સંવાદ’’ વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને બપોરે ૩.૦૦ કલાકે જૂનાગઢ લોકસભાના કાર્યકર્તાઓની બેઠકમાં માર્ગદર્શન આપશે. તારીખ ૦૧ માર્ચે સવારે અમરેલી અને બપોરે ભાવનગર લોકસભામાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. પંડયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે તારીખ ૨૮ ફેબ્રુઆરીએ બપોરે ૧૨.૩૦ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘‘સંગઠન-સંવાદ’’ વિડીયો કોન્ફરન્સ દ્વારા ‘‘મેરા બુથ-સબસે મજબૂત’’ કાર્યક્રમમાં ગુજરાત લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર જૂનાગઢ જીલ્લામાં, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પોરબંદરમાં, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા જૂનાગઢ જીલ્લામાં, મહામંત્રીઓ ભરતસિંહ પરમાર સુરત શહેરમાં, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ દાહોદમાં, કે.સી.પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા કર્ણાવતી મહાનગરમાં, ભાર્ગવભાઈ ભટ્ટ પંચમહાલ જીલ્લામાં, પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયા વડોદરા શહેરમાં ઉપસ્થિત રહેશે. સંસદસભ્યઓ, ધારાસભ્યઓ અને પ્રદેશ અગ્રણીઓ પોતપોતાના જવાબદારીવાળા વિસ્તારમાં ઉપસ્થિત રહેશે.  ભાજપના કેન્દ્રીય કાર્યક્રમોમાં ‘‘ભારત કે મન કી બાત-મોદી કે સાથ’’, ‘‘મેરા પરીવાર-ભાજપા પરીવાર’’, ‘‘સંપર્ક અભિયાન’’, ‘‘કમળ જ્યોતિ’’ કાર્યક્રમો ઉપરાંત શહીદોને શ્રદ્ધાંજલિ અને ભારતીય વાયુ સેનાના સૈનિકોને વંદન અને અભિનંદન સાથેના કાર્યક્રમો પ્રજાની વચ્ચે, પ્રજાની પડખે રહીને ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યાં છે. હવે તારીખ ૦૨ માર્ચના રોજ ગુજરાતની ૧૮૨ વિધાનસભામાં વિજ્ય સંકલ્પ બાઈક રેલી યોજાશે. તે પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તારીખ ૨૮મી ફેબ્રુઆરીના રોજ સંગઠન સંવાદ કાર્યક્રમ અંતર્ગત કાર્યકર્તાઓની સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન આપશે.

Previous articleજૂનાગઢમાં મીની કુંભ મેળાનો પ્રારંભ : ટ્રેનો-બસોની સુવિધા
Next article૫ાક સાથેના તનાવ બાદ મોદીના માતા સાડી પરત આપે તેવી શકયતા