૫ાક સાથેના તનાવ બાદ મોદીના માતા સાડી પરત આપે તેવી શકયતા

1248

પીએમ મોદી ૪ અને ૫ માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ અમદાવાદ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગુજરાત મુલાકાતની તૈયારીઓ વચ્ચે ૨૬ ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેના એ પીઓકેમાં એરસ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદ બન્ને દેશ વચ્ચે યુદ્ધની સ્થિતિ ઉભી થઈ ચૂકી છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન પીએમ મોદી માતા હીરા બાની પણ મુલાકાત લે એવી સંભાવના છે. આ દરમિયાન હીરાબા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ગિફ્‌ટ કરેલી સાડી પણ પુત્ર મોદીને પરત કરે એવી શક્યતા છે.

૨૦૧૪માં મોદીના વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફે હાજરી આપી હતી. ત્યાર બાદ મોદીએ વિદાય ગિફ્‌ટ તરીકે શરીફની માતા માટે શાલ મોકલી હતી. આ ગિફ્‌ટ મળ્યા બાદ ભાવુક(ડ્રામા?) થયેલા શરીફે મોદીના માતા હીરાબા માટે સફેદ સાડી મોકલી હતી.

Previous articleમોદી આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા કાર્યકરોને સંબોધન કરશે
Next articleતુલસીશ્યામ રેન્જના ભાણીયા રાઉન્ડમાં ૯ વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવ્યો