કાપડ વેપારીનું કારસ્તાન… એર સ્ટ્રાકઈને સાડી પર ચિતરી

1541

પુલવામા થયેલા આતંકી હુમલા બાદ ભારતીય એરફોર્સે મંગળવારે વહેલી સવારે એરસ્ટ્રાઇક કરીને દેશના લોકોમાં આનંદનો માહોલ ઉભો કર્યો હતો. મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબને લઈ દેશ જુસ્સામાં છે, ત્યારે સુરતના એક વેપારીએ એક અનોખું પરાક્રમ કર્યું હતું

સુરતના એક વેપારીએ એર સ્ટ્રાકઈને લઈને વાયુસેનાના જવાન અને પીએમ મોદીની પ્રિન્ટવાળી સાડી બનાવી છે. આ સાડી પર જવાનો, મિરાજ-૨૦૦૦ અને મોદીની ઝલક દર્શાવાઇ છે. સુરતની અભિનંદન માર્કેટના વેપારીએ આ સાડી બનાવી છે.

સામાન્ય રીતે સુરતના કાપડ વેપારીઓ દેશમાં ચાલી રહેલી ગતિવિધિઓને લઇને હંમેશાં કંઇક નવું કરતા રહેતા હોય છે, ત્યારે સરકારે ઉપાડેલું એર સ્ટ્રાઈકનું આવકારદાયક પગલાંને લઈ વાયુસેનાના જવાન અને પીએમ મોદીની પ્રિન્ટવાળી સાડી બનાવી વેપારીએ પ્રેરણાદાયક પગલું ઉઠાવી સૌ કોઈને આશ્ચર્યચકિત કરી મૂક્યા છે.

Previous articleઅબુધાબી ખાતે યોજાનાર સ્પેશ્યલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સમાં ગુજરાતના ૧૪ ખેલાડીઓની પસંદગી
Next articleકોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક, તમામ કાર્યક્રમો મોકૂફ