કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક, તમામ કાર્યક્રમો મોકૂફ

633

ભારત અને પાકિસ્તાનમાં તણાવની પરિસ્થિતી જોતા ૨૮ ફેબ્રુઆરી એટલે કે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ ગુજરાતની મુલાકાત રદ કરવામાં આવી છે.

આ વખતની રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત કંઇક વિશેષ હતી કારણ કે ૫૮ વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક અમદાવાદમાં મળવાની હતી. જે હાલ રદ કરવામાં આવી છે પરંતુ થોડા દિવસમાં તે ફરી કરવામાં આવશે.

આ પહેલા ૧૯૬૧માં ભાવનગર ખાતે કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક મળી હતી. આજે અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ઉપરાંત અડાલજ ખાતે જનસંકલ્પ રેલીને કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્ત્વ સંબોધન કરવાનાં હતાં.

અમદાવાદમાં કોંગ્રેસ ર્વિંકગ કમિટીની બેઠક ઉપરાંત અડાલજ ખાતે જનસંકલ્પ રેલીને કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્ત્વ સંબોધન કરવાનાં હતાં. જેને કારણે ગુજરાત કોંગ્રેસે તડામાર તૈયારીઓ આદરી હતી.

પહેલા માહિતી મળી હતી કે ૨૭મી ફેબ્રુઆરીએ લોકસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે, રાજ્યસભા વિપક્ષ નેતા ગુલામનબી આઝાદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ્‌, લોકસભાના પૂર્વ સ્પીકર મીરાંકુમાર સહિતના ૨૫ જેટલા નેતાઓ અમદાવાદ આવી પહોંચવાના હતા.

લોકસભા, રાજ્યસભાના વિપક્ષ નેતાઓ, રાજ્યસભા સાંસદ એહમદ પટેલ, પૂર્વ મંત્રી પી. ચિદમ્બરમ, પૂર્વ મંત્રી આનંદ શર્મા, કે.સી. વેણુગોપાલ, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, પૂર્વ ખજાનચી મોતીલાલ વોરા, રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલા, પૂર્વ મંત્રી કુમારી શૈલજા, આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૃણ ગોગોઈ, એ.કે. એન્ટની સહિતના ૨૫ કેન્દ્રીય કોંગ્રેસના નેતાઓ આજે ૨૭મીએ અમદાવાદ ખાતે આવી પહોંચવાના હતા.

Previous articleકાપડ વેપારીનું કારસ્તાન… એર સ્ટ્રાકઈને સાડી પર ચિતરી
Next articleબડગામમાં હેલિકોપ્ટર તુટી પડતા ૭ના કરૂણ મોત થયા