ઘાટરવાળા ગામમાં દાતાઓ દ્વારા પ્રાર્થના હોલના લોકાર્પણનો કાર્યક્રમ

2011
bvn24122017-4.jpg

પોતાના માદરે વતનના ઋણમુક્તિના ભાવ સાથે મુળ ઘાટરવાળા ગામના જ અને હાલ મુંબઈના રહેવાસી વૃજલાલ ગુલાબચંદ શાહ દ્વારા ઘાટરવાળા ગામની પ્રાથમિક શાળા ઘાટરવાળા પ્રાથમિક શાળામાં માતબર રકમ દાનમાં આપી બે માળના વિશાળ પ્રાર્થના ખંડના લોકાર્પણ કાર્યક્રમમાં સૌપ્રથમ દાતા દ્વારા પ્રાર્થના હોલની લોકાર્પણ વિધિ કરવામાં આવી ત્યારબાદ દાતા સાથે પધારેલ મહેમાનો તેમજ ગ્રામજનો દ્વારા દાતાઓનું વિશેષ રીતે સન્માન કરવામાં આવ્યું તેમજ શાળાની વિદ્યાર્થીની દ્વારા ઉર્મી પ્રગટ કરવામાં આવી. સાથે સાથે પ.પૂ.સીતારામબાપુ દ્વારા આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા તેમજ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગામના સરપંચ તથા એસએમસી અધ્યક્ષ તથા ગામના સૌ વડીલજનોએ જહેમત ઉઠાવી હતી. આ સાથે સાથે સમગ્ર શાળા પરિવાર તથા સૌ ગ્રામજનોએ આ કાર્યક્રમને દિવ્ય અને ભવ્ય બનાવવામાં પુરતો સહકાર આપ્યો છે.

Previous articleજાફરાબાદમાં વાલ્મીકી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું
Next articleસિહોર ટાઉનહોલની ઓફિસમાં ખુલ્લા ફ્યુઝ લેશે કોઈની જાન