રાજુલા તાલુકા પંચાયતના અનુભવી ૭ર ગામો સાથે સ્ટાફ સાથે સરપંચો સાથે સ્નેહના તાંતણે જોડાયેલા તાલુકા વિકાસ અધિકારી એન.પી.ત્રિવેદીની રાજકોટના કોટડાસાંગાણી ખાતે બદલી થતા આજરોજ વિદાય સમારંભ યોજાયો હતો.
જેમાં જીતુભાઈ મહેતા, હર્ષદભાઈ દવે, પ્રકાશભાઈ ઠાકર રઘાણીદાદા માધવીબેન જોશી, મહેશ્વરીબેન વડિયા, વાઢેરભાઈ તલાટી આંગણવાડી વિભાગના કર્મચારીઓ બાંધકામ વિભાગના કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહી રાજુલા તાલુકા પંચાયતને એક મોટી ખોટ સાથે વિદાય આપી હતી. એન.પી.ત્રિવેદીના કાર્યકાળા દરમિયાન દરેક કર્મચાીરઓને દરેક કામનું જ્ઞાન જાણવા મળ્યું છે. તેનું ગૌરવ તમામ કર્મચારીઓને રહેશે તેમ જણાવ્યું હતું.