રાજુલાના પાંચ ગામના રોડ માટે દોઢ કરોડ મંજુર થયા

559

રાજુલા તાલુકાના પાંચ ગામના નવા રોડ બનાવવા હિરાભાઈ સોલંકીને રજુઆત કરતા મહેનત રંગ લાવી રૂા. દોઢ કરોડ મંજુર કરતા નાયબ મુખ્યમંત્રી નિનિતભાઈ પટેલ.

રાજુલા તાલુકાના પાંચ ગામોનો રોડ બાબતે હાડ પ્રશ્નની રજુઆત હીરાભાઈ સોલંકીએ ભાજપ તાલુકા પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, સુકલભાઈ બલદાણીયા, માજી તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ, તાલુકા પંચાયતના પ્રમુખ સ્થાનેથી જીલુાભાઈ બારૈયા, ઉપપ્રમુખ અરજણભાઈ વાઘે કરેલ. આ બાબતે નાયબ મુખ્યમંત્રીએ છેવાડાના ગામો જેવા કે મોભીયાણા, ઉંટીયા, ગાંજાવદર, રાજપરડા તેમજ ભેરાઈ ગામની ફોરટ્રેકને જોડતો વડથી ચારનાળા સુધીના રૂા. દોઢ કરોડના ખર્ચે બનાવવા મંજુરીની મોહર લગાવતા પાંચેય ગામના લોકોત થા ભાજપ તમામ આગેવાનોએ આભાર વ્યકત કરેલ.

Previous articleઢસા ખાતે શહિદ જવાનોના પરિવાર માટે ફંડ ભેગુ કરાયું
Next articleઅલખધણી ગૌશાળાની મુલાકાતે હર્ષ સાગરસુરિશ્વરજી મહારાજ