વર્તમાન યુગના વૈશ્વિક મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસની મહુવા ઝ્રઇઝ્ર સ્જીમ્-૯ની શાળાઓમાં વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવેલ. કલસ્ટરની વિવિધ શાળાઓના ધો.૬ થી ૮ના ૫૫૫ વિદ્યાર્થીઓની ગણિતની એક વિશિષ્ટ ક્વિઝ સ્પર્ધા દરેક શાળાઓમાં ગણિત શિક્ષકના માર્ગદર્શન નીચે લેવામાં આવેલ. રાષ્ટ્રીય ગણિત દિવસ અંતર્ગત તમામ શાળાઓની સમગ્ર ગણિત ક્વિઝ સ્પર્ધાનું સુંદર આયોજન કલસ્ટરના કો.ઓર્ડિનેટર રમેશભાઈ સેંતાએ કરેલ.ગણિત ક્વિઝ સ્પર્ધામાં શાળા નં.૧માં ઝુફના માહિર એમ. અને પઠાણ માહિરખાન સી., શાળા નં.૪માં શિયાળ ધાર્મિક એમ. અને બારૈયા રાહુલ એમ.,શાળા નં.૬માં ચૌહાણ આર્યન એચ. અને સાંખટ મહેશ આર., શાળા નં.૮માં શેખ મુનીર ડી. અને વાઘેલા અરહાન એ. તથા શાળા નં.૯માં કાળવાતર અક્સા એસ. અને સૈયદ ઉજમા એ. અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલ. વિજેતા તમામ વિદ્યાર્થીઓને આગામી સમયમાં ઈનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. ગણિત ક્વિઝ સ્પર્ધાના સુંદર આયોજનમાં શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ દેવમુરારી, વિજયભાઈ ગુજરિયા, વિજયભાઈ વાઘેલા, સુરમાભાઈ ખોખરિયા તથા વિજયભાઈ દેવગાણિયાનો સહકાર મળેલ. ગણિત ક્વિઝ સ્પર્ધામાં મહુવા બ્લોકના ગણિત-વિજ્ઞાનના બી.આર.પી. નિલેશભાઈ ભાલરિયાનો પૂર્ણ સહયોગ મળેલ.