ઓપન ભાવનગર યોગ ચેમ્પિયનશીપમાં જાનવી મહેતા જિલ્લાકક્ષાએ પ્રથમ નંબરે

772

ગત તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ભાવનગરના યુનિવર્સિટી યોગહોલ ખાતે ડી.વી. ગોહિલ દ્વારા ઓપન ભાવનગર યોગ ચેમ્પીયનશીપ સ્પોન્સર બાય આર.એમ.ડી.નું આયોજન થયુ હતું. જેમાં જાનવી મહેતાએ જીલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું અને તેના પહેલા જાનહીએ દિલ્હી ખાતે આયોજિત ગ્લોબલ યોગ અલાઈન્સ દ્વારા ઈન્ટરનેશનલ અને નેશનલ યોગ કોન્ફરન્સમાં ગુજરતાને રિપ્રેઝન્ટ કર્યુ હતું આ કોન્ફરન્સ દિલ્હીના એન.ડી.એમ.સી. કન્વેન્શન હોલમાં હતી જેમા ગુજરાતમાંથી એસિયન યોગ ફેડરેશનના ઓર્ગેનાઈઝેશન સેક્રેટરી ઈન્ટરનેશનલ યોગા ફેડરેશનના ટેકનીકલ કમિટી અને યોગ એન્ડ કલ્ચર એસોસીએશન ઓફ ગુજરાતના સેક્રેટરી ડો. હર્ષદભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહેલ અને કોન્ફરન્સમાં ઈન્ટરનેશનલ યોગ ફેડરેશનની રચના થઈ જેમાં એક્સ હોમ મીનીસ્ટર મહેન્દ્રભાઈ ત્રિવેદીને ચેરમેન તરીકે નિયુક્તિ કરી હતી. આ તકે જાનવી મહેતાએ યોગ પરફોર્મન્સ કરીને તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ૨૪ જેટલા રાજ્યો અને ૧૪ જેટલા દેશોના ૩૦૦ ડેલીગેટ આવ્યા હતા. અહી ઉલ્લેખનીય છે કે ૭૫ જેટલા ડેલીગેટ એશિયા, યુરોપ, અમેરિકા, સાઉથ આફ્રિકા વગેરે દેશોથી આવેલા હતા જેમા ભાવેણાનું ઘરેણું ગણાતી એવી જાનવી જીગ્નેશભાઈ મહેતાએ યોગનૃત્ય કરી ગુજરાત યોગ એન્ડ કલ્ચર એસોસીએશન અને બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યુ હતું.

Previous articleવેરાવળમાં મુસ્લીમ સમાજના બાળકો માટે કારકીર્દી માર્ગદર્શન શીબીર યોજાઇ
Next articleપાલીતાણા સરકારી હોસ્પિ.ની ૩ જુની સ્ટાફ નર્સોની જો હુકમી