કોંગ્રેસ માટે રાષ્ટ્રનીતિ મહત્વની : સંજયસિંહ

620

તા. ૨૮ ફેબ્રુઆરીએ આઝાદીના ઇતિહાસમાં ૧૯૬૧ પછી ૫૮ વર્ષ બાદ ગુજરાતના આંગણે યોજાઈ રહેલી કોંગ્રેસ કાર્યકારિણીની તમામ તૈયારીઓ અને વ્યવસ્થા પુર્ણ થઈ ગઈ હતી. હજારો પદાધિકારીઓ અને કાર્યકરોની અથક મહેનત, પક્ષના નાણાં, અને જનતાના ઉત્સાહની પળવાર ફીકર કર્યા સિવાય સરહદે ઉભી થયેલી સ્થિતિમાં રાજકીય ગતિવીધીને કોઇ સ્થાન ના હોઈ શકે તેવા એક માત્ર વિચારે રાહુલજી એ આ કાર્યક્રમ સ્થગીત કર્યો.

પુલવામાં હુમલા પછી સરકારના પડખે ઉભી રહેલી કોંગ્રેસ રાજકીય હીસાબો સમય આવે ચુંટણીના મેદાનમાં પુરા કરી લેશે પરંતુ આજે જ્યારે પાકીસ્તાનનો હીસાબ કરવાનો સમય છે ત્યારે દેશનું અને સરકારનું પીઠબળ બની અડીખમ રહેશે આ ભાવના જ વિરોધીઓના મનોબળને તોડવા પુરતી છે. રાજકીય મતભેદો અને વૈચારિક અંતર મીટાવી રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવવાની દીશામાં લેવાયેલા આ પગલા બદલ કોંગ્રેસ પક્ષ અને દેશની જનતા રાહુલ પર ગર્વ અનુભવે છે.

પુલવામાં હુમલા બાદ પોતાની પ્રથમ રાજકીય પ્રેસ કોન્ફરન્સ રદ કરી મૌન રાખનાર પ્રિયંકા હોય કે ત્રણ દીવસનો રાજકીય શોક જાહેર કરી પક્ષના કાર્યક્રમો રદ કરનાર રાહુલ હોય બન્ને સંતાનોમાં  ઇંદીરા અને રાજીવનું બલીદાની રક્ત દોડે છે તે સાબીત કરી દીધું.નરેન્દ્ર મોદી અમારા રાજકીય અને વૈચારિક વિરોધી છે પણ જ્યારે વાત દેશની સુરક્ષા  આવે ત્યારે તે અમારા માટે પહેલા દેશના વડાપ્રધાન છે. અમારા પ્રધાનમંત્રીજી ને અમે એકલા અટુલા ક્યારેય નહીં પડવા દઈએ એનો આ વિપક્ષી હુંકાર પણ ગણી શકાય જે દેશ ની મજબૂત લોકશાહીની નિશાની છે, અત્યારે સૌ સાથે મળી પાકીસ્તાનને જોઈ લેવાનું છે આ સંદેશ રાજકારણ પ્રત્યે સુગ સેવતા લોકો માટે પ્રોત્સાહક સાબિત થશે. રાજકીય ગરીમા અને પરિપક્વતા એ સાવ દેવાળું નથી ફુંક્યુ એ આ ઘટના થી સાબિત થાય છે. મારે એક વાત જનતા ને પણ કહેવી પડશે કે હવે વડાપ્રધાન મોદીજી આવતી કાલે જ તેમની દેશ વ્યાપી ૧૫૦૦૦ સ્થળોએ રાજકીય વિડિઓ કોન્ફરન્સ કરવાના છે એ મોકૂફ રાખે છે કે પછી જેમ પુલવામામાં ૪૨ જવાનોની શહીદી પછી જેમ તેમની રાજકીય રેલીઓ અને શૂટિંગ ચાલુ જ રાખ્યું હતું તેમ ચાલુ રાખે છે એ જોવાનું રહ્યું..

ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા પક્ષ હિત તમામ રાષ્ટ્રીય હિતો કરતા ઉપર રહ્યું છે એમાં પણ દેશ જયારે સંકટ સમયમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે..ભાજપ માટે પક્ષ હિત મહત્વનું છે કે રાષ્ટ્રહિત તે આવનારો સમય જ બતાવશે તેમ ઘોઘા તા.પં.પ્રમુખ સંજયસિંહ ગોહિલે જણાવ્યુ હતું.

 

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleવિસળીયા ગામે શહિદોને શ્રધ્ધાંજલી