રાજુલા તાલુકાની કથીવદર પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષકોએ શાળાના બાળકોના ઓળખકાર્ડનો ૫૦૦૦ હજાર જેવો ખર્ચ ઉપાડી લીધો.
શાળાના ૧૫૦ જેવા બાળખોને શાળાના ઓળખકાર્ડ શિક્ષકો દ્વારા આપવામાં આવેલ રાકેશભાઈ, પ્રવિણભાઈ, જયશ્રીબેન તથા વિભાબેનએ પોતાના સ્વ-ખર્ચે આઈ કાર્ડ બનાવીને બાળકોને આપેલ છે. કથીવદર ગામ દરેક બાબતમાં અગ્રેસર જ હોય છે કોઈ પણ સારાકામની શરૂઆત કદાચ કથીવદર ગામથી જ થાય છે એમ કહીએ તો ખોટુ નહી તો પછી કથીવદર પ્રા.શાળાનો સ્ટાફ પાછળ કેમ રહે તે સાબીત કરી બતાવેલ. આ કાર્ડ બાળકોની જન્મતારીખ જી.આર. નંબર આધાર નંબર વાલીનો મોબાીલ નંબર બાળકનો યુનિક આઈડી નંબર શાળાનો સંપર્ક નંબર જેવી વિગતો સામેલ છે આ કાર્ડ ધો. ૧ થી ધો.૮ સુધી તેમજ બાળકના પુરાવા તરીકે પણ ઉપયોગ થઈ શકે તેવું છે.