પાલીતાણા શહેરમાં રહેતા સલીમભાઈ ઉસ્માનભાઈ કુરેશીની દિકરી આફરીન ઉ.વ.૮ અને દિકરો જીઆન ઉ.વ.૬ વર્ષ તે બન્ને તા.૬-૯-ર૦૧૭ના રોજ પરિમલ સોસાયટીમાંથી સ્કુલે જવા નિકળ્યા હતા ત્યારે બન્ને સ્કુલે નહીં પહોંચતા તેમના વાલીઓએ તેને શોધખોળ કરી હતી. બન્ને બાળકો મળ્યા ન હતા. આ બાબતે તેના દાદી તેમજ તેમના મમ્મીએ પાલીતાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ બાદ તા.૮-૯-ર૦૧૭ના રોજ બન્ને બાળકોની લાશ પરીમલ સોસાયટીમાં આવેલ સિપાઈ જમાતની વાડી પાસે રહેલ એક મારૂતિ કારમાંથી આ બન્ને માસુમ બાળકની મૃતક હાલતમાં લાશ મળી હતી. આ વાતની જાણ પાલીતાણા પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ બન્ને બાળકના મૃતદેહને પ્રથમ પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. મૃતકના પરિવાર દ્વારા પેનલ પી.એમ.ની માંગણી કરતા ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા ત્યાં બન્ને બાળકોના મૃતદેહનું પેનલ પી.એમ. કરાયું હતું. આ ઘટનાની પાલીતાણા પોલીસે છેલ્લા ત્રણ મહિનાથી તપાસ કરે છે પણ પોલીસને આ ગુન્હાની કડી મળતી નથી. જ્યારે આ ગુન્હાના ગુનેગાર પાલીતાણા પોલીસને પડકાર ફેંક્યો છે પણ પોલીસ આ કેસ સોલ કરવામાં સાવ નિષ્ફળ સાબીત થઈ છે. મૃતક બાળકોના ઘરે હજુ માતમ છવાયેલો છે. જે ખુબ જ કરૂણ બાબત છે.
મારા બન્ને બાળકોની હત્યા કરાઈ છે
– શું અમને ગરીબને ન્યાય મળશે ?
– જ્યારે પીઆઈ માંજરીયા હતા ત્યાં સુધી
અમારા કેસની તપાસ થતી હતી. જ્યારથી
બદલી થઈ ત્યારથી આ કેસની તપાસ બંધ
થઈ છે. આ કોઈ જાણભેદુ માણસેે પ્લાનીંગ
કરી મારા બન્ને બાળકોની હત્યા કરી છે.
મૃતક બાળકોના મમ્મી
રેશ્માબેન સલીમભાઈ કુરેશી
પાલીતાણા પોલીસ કોઈકના દબાણમાં સાચી તપાસ કરતી નથી
– અમને ગરીબને ન્યાય મળશે કે નહીં ?
– મારા ફુલ જેવા બન્ને બાળકોએ શું કોઈનું
બગાડ્યું હતું.
– બન્ને બાળકોને મેં પારકા કામ કરીને મોટા
કર્યા હતા, મેં નોતું ખાધું ને આ બાળકોને
ખવરાવ્યું હતું.
– શું અમે ગરીબ છીએ એટલે કોઈ અમારૂ
સાંભળતું નથી ?
મૃતક બાળકોના દાદી : બાનુબેન ઉસ્માનભાઈ કુરેશી
આ ઘટના અમારા માટે પડકારરૂપ છે
પાલીતાણામાં ત્રણ માસ પૂર્વે બનેલ બે માસુમ બાળકોની હત્યા મામલે પાલીતાણા ટાઉન પોલીસ મથકના પીઆઈ લશ્કરીની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે, બનાવ બન્યો ત્યારે હું અહીંયા હતો નથી પણ મને સમગ્ર ઘટનાની જાણ છે. આ ખુબ જ ગંભીર બનાવ છે અને અમે આને પડકારરૂપ જોઈએ છીએ. બનાવની ફરીથી તપાસ હાથ ધરીને ગુન્હો ઉકેલવા પ્રયત્નો હાથ ધર્યા છે.
– પી.આઈ. બી.એમ. લશ્કરી