બોટાદ જીલ્લાના પોલીસ વડાહર્ષદ મહેતાનાઓ દ્વારા જીલ્લામાં વાહન, હોટેલ, ઢાબા, ગેસ્ટ હાઉસ, ધાર્મિક સ્થળો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, શકમંદ ઈસમો અને શકમંદ વિસ્તાર ચેકીંગની ખાસ ડ્રાઈવ રાખવામાં આવેલ જે આધારે વિભાગીય પોલીસ અઘિક્ષક આર.એન. નકુમની સુચના અને માર્ગદર્શન હેઠળ પાળીયાદ પો.સ.ઈ. એન.સી. સગર સ્ટાફ સાથે વાહન ચેકીંગ તથા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તા.૨૬/૦૨/૧૯ ના રોજ એક ઇસમ ઉદયભાઇ વલકુભાઇ ધાધલ કાઠી દરબાર રહે.નાગડકા તા.સાયલા જી.સુ.નગર વાળાનાં હવાલા વાળા મોટર સાઇકલ નં.જી.જે.૩૩ ૦૭૭૯ વાળા પાસેથી ગે.કા દેશી બનાવટની પીસ્તોલ તથા જીવતા કારતુસ નંગ-૪ સાથે કુલ મુદામાલ રૂ ૪૫૩૨૦ સાથે પકડાયેલ હોય તો તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ગુન્હાની તપાસ પાળીયાદ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એન.સી.સગર ચલાવી રહયા છે.