ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને ૨૯ રનથી હરાવી ૨-૧થી લીડ પ્રાપ્ત કરી

610

વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલે વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમમાં જોરદાર ફોર્મ સાથે વાપસી કરી છે. તેમને બુધવારે એકવાર ફરી ૧૬૨ રનોની ધમાકેદાર પારી રમીને દુનિયાભરના બોલર્સને ચેતવણી આપી છે. જોકે આ શાનદાર બેટિંગ કર્યા છતા વેસ્ટ ઈન્ડિઝ મેચની જીતી ન શકી અને ઈંગ્લેન્ડે આ મેચ ૨૯ રનથી જીતીને ૫ વનડે સિરીઝમાં ૨-૧થી લીડ પ્રાપ્ત કરી છે. જ્યારે બન્ને ટીમ વચ્ચે ત્રીજો વનડે વરસાદના કરાણે રદ થયો હતો.

વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી એક દિવસીય મેચ રમાઈ હતી. ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરી અને ૪૧૮ રનોનો વિશાળ લક્ષ્ય વેસ્ટઈન્ડીઝને આપ્યો. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે ૭૭ બોલમાં ૧૫૦ રન ફટકાર્યા. બટલરે આ પારી દરમિયાન ૧૨ ચોગ્ગા અને ૧૨ છગ્ગા લગાવ્યા હતા. આ વિસ્ફોટક પારી દરમિયાન બટલરને ઇયોન મોર્ગનનો સાથ મળ્યો. જેને ૮૮ બોલમાં ૧૦૩ રન બનાવ્યા હતા. જ્યારે એલેક્સ હેલ્સે ૭૩ બોલમાં ૮૨ અને જોની બેયરસ્ટોએ ૪૩ બોલમાં ૫૬ રન બનાવ્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝને જીત માટે ૪૧૯ રનોનો વિશાળ સ્કોર મળ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝના ઓપનર ક્રિસ ગેલ મેદાન પર ઉતરીને તોફાની બેટિંગ કરી હતી. ક્રિસે ૯૭ બોલમાં ૧૬૨ રન બનાવ્યા. આ પારીમાં ૧૪ છગ્ગા અને ૧૧ ચોગ્ગા સામેલ હતા. ક્રિસ ગેલ ૩૫માં ઓવરની પહેલી બોલમાં આઉટ થયો ત્યારે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર ૧૯૫ રન હતો. એટલે કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ લક્ષ્યથી માત્ર ૧૨૩ રન દૂર હતી અને ૯૫ બોલ બાકી હતા. પરંતુ ગેલના આઉટ થયા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમે એક પછી એક વિકેટ ગુમાવી અને ૪૮ ઓવરમાં ૩૮૯ રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ગેલની બેટિંગ પર પાણી ફરી ગયું.

તમને બતાવી દઈએ કે આ વનડે સિરીઝમાં ક્રિસ ગેલે ત્રણ મેચ રમ્યા જેમાં પહેલા વનડેમાં ૧૩૫ રન જ્યારે બીજા વનડેમાં ૫૦ રન બનાવ્યા હતા. જોકે ત્રીજી વનડે વરસાદના કારણે રદ થઈ હતી. જ્યારે ચોથા વનડે મેચમાં ગેલે ૧૬૨ રન ફટકાર્યા હતા. આ સાથે ગેલે વનડેમાં ૧૦ હજાર રન પૂરા કર્યા છે અને આ લક્ષ્ય હાંસલ કરનાર વેસ્ટ ઈન્ડિઝના બીજો બેસ્ટમેન બન્યો છે.

આ પહેલા માત્ર બ્રાયન લારાએ આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જોકે ગેલની કારકીર્દિમાં વિશ્વ-૧૧ દ્વારા રમાયેલી ત્રણ મેચોનો પણ સમાવેશ થાય છે. તેણે આ ત્રણ મેચમાં ૫૫ રન બનાવ્યા છે.

વનડેમાં ફાસ્ટેસ્ટ અને સેકેંડ ફાસ્ટેસ્ટ ૧૫૦ બંને વિન્ડીઝ વિરુદ્ધ નોંધાયા જેમાં ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫ – એબી ડિવિલિયર્સે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ૬૪ બોલમાં ૧૫૦ રન કર્યા ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ – જોસ બટલરે ગ્રેનેડા ખાતે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ૭૬ બોલમાં ૧૫૦ રન કર્યા હતા.

Previous articleસુપર ૩૦ ફિલ્મને લઇ મૃણાલ ખુબ આશાવાદી
Next articleભારત-ઓસ્ટ્રેલિયા. વચ્ચેની ચંદીગઢ અને દિલ્હીની મેચ પર સંકટનાં વાદળ ઘેરાયાં