દ્વિચક્રી વાહનો સામે કાયદાનો દંડો ઉગામતું તંત્ર હેવી વાહનો પ્રત્યે પ્રિતી કેમ ?

785
bvn24122017-10.jpg

શહેરમાં ટ્રાફીક પોલીસની વાહન ચાલકો સામે બેધારી નીતિને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. જવાબદાર તંત્ર એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ હાલમાં અખત્યાર કરી રહ્યું હોવાની લોકરાવ પ્રબળ બની રહી છે.
વર્તમાન સમયે શહેરમાં ટ્રાફીક પોલીસની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. શહેરમાં હાર્દસમા વિસ્તારોમાં ટ્રાફીકજામની સમસ્યા સિરદર્દ સમાન છે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકો સામે પોલીસ તંત્ર કાયદાનું શસ્ત્ર ઉગામી કનડગતમાં કશી ખામી નથી રાખતું આમ છતાં ટ્રાફીકની સમસ્યા તો જૈસે થે જ છે. અલગ-અલગ કાયદા હેઠળ પ્રજા પાસેથી તંત્ર દંડ વસુલે છે પરંતુ શહેરની મેઈન બજારમાંથી પસાર થાય તેના તરફ કુણુ વલણ દાખવવામાં આવી રહ્યું છે. મેઈનબજારમાંથી પસાર થતો રસ્તો ખારગેટ થઈને નવાબંદર કેબલ સ્ટેગ પુલથી આગળ અમદાવાદ હાઈવેને મળે છે. શહેરમાં સવારે ૬ થી રાત્રિના ૧૦ વાગ્યાના સમય સુધી હેવીલોડેડ વાહનોને પસાર થવા પર પ્રતિબંધ હોવો જોઈએ પરંતુ આ નિયમનું પાલન થતું નથી. ભારેખમ માલવાહક વાહનોની સતત અવરજવરથી અવારનવાર પ્રાણઘાતક અકસ્માતો સર્જાય છે. આમ છતાં તંત્ર તમાશો નિહાળવામાં શાણપણ માની રહ્યું છે તેમ લોકો જણાવે છે.

Previous articleબે માસુમોની હત્યાનો ભેદ હજુ અણઉકેલ
Next articleવિજ્ઞાનનગરીમાં આજથી બ્રેઈન જીમનો પ્રારંભ