સુમો અધિકારીનું ફરમાનઃ ‘રેસલરોની લકી દાઢી, ટૅટૂ, લાંબા નખ નહીં ચાલે’

786

જાપાનના કેટલાક સુમો કુસ્તીબાજો (સુમો રેસલરો) દાઢીને નસીબવંતી માનીને એ વધારતા હોય છે અને કુસ્તીની હરીફાઈમાં ભાગ લેતા હોય છે, પરંતુ જાપાનના સુમો અધિકારીઓએ જાહેર કર્યું છે કે હવે પછી સુમો રેસલરો દાઢી નહીં વધારી શકે, કારણકે એ અસભ્ય કહેવાય અને એને બદલે તેમણે પોતાના ચહેરાને વ્યવસ્થિત અને સ્વચ્છ (ક્લીન-શેવ્ડ) રાખવો પડશે. એટલું જ નહીં, અધિકારીઓએ તેમને એવું પણ કહેવડાવ્યું છે કે નવા નિયમો મુજબ સુમો કુસ્તીબાજો ટૅટૂ અને લાંબા નખ પણ નહીં રાખી શકે.થોડા સમયથી જાપાનની આ ખૂબ લોકપ્રિય રમત (સુમો કુસ્તી) બદનામ છે. અંધશ્રદ્ધામાં માનતા સુમો રેસલરો એવું કહે છે કે દાઢી તેમના માટે નસીબવંતી હોવાથી તેઓ ટુર્નામેન્ટ દરમિયાન દાઢી કરાવવાનું ટાળતા હોય છે.’ જોકે, અધિકારીઓના મતે સુમોની રિંગ જાપાનમાં પવિત્ર મનાય છે અને એમાં પ્રેક્ષકો રેસલરની લાંબી દાઢી કે ટૅટૂ તથા લાંબા નખ જેવું કંઈ ચલાવી નહીં લે.’ જાપાનમાં સુમો રેસલિંગમાં ફિક્સિગં થતું હોવાના પણ આક્ષેપો થયા છે. ડ્રગ્સ જેવા ગુનાનો પણ આ રમત પર ઓછાયો હોવાનું મનાય છે.

Previous articleભારત-ઓસ્ટ્રેલિયા. વચ્ચેની ચંદીગઢ અને દિલ્હીની મેચ પર સંકટનાં વાદળ ઘેરાયાં
Next articleટેફેન પીઆર કાઉન્સીલ ઈન્ડિયા દ્વારા ચાણકય પુરસ્કારથી સન્માનીત કરાયુ